ધર્માન્તરણ પ્રમાણપત્ર વિના લગ્ન થાય એ પહેલાં જ પોલીસે અટકાવ્યાં - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 31 March 2019

ધર્માન્તરણ પ્રમાણપત્ર વિના લગ્ન થાય એ પહેલાં જ પોલીસે અટકાવ્યાં


નડિયાદમાં લવ જેહાદનો વધુ એક કિસ્સો

નડિયાદ,તા. 28 માર્ચ 2019, ગુરુવાર

નડિયાદમાં રહેતા વિધર્મી યુવક યુવતીના ધર્માન્તરણ પ્રમાણપત્ર મેળવ્યા વિના નિકાહ પઢાવાની તૈયારી કરી હતી. તે સમયે નડિયાદ ટાઉન પોલીસે સ્થળ પર પહોંચી નિકાહ અટકાવ્યા હતા. ત્યારબાદ  યુવક-યુવતીને નડિયાદ ટાઉન પોલીસ મથકે લઇ જવાયા હતા.  જ્યાં બંનેની પૂછપરછ હાથ ધરી હતી.આ લવજેહાદના મુદ્દે નડિયાદ શહેરમાં ચકચાર મચી છે. આ મામલે ગત્ રોજ મોડી રાત સુધી નડિયાદ ટાઉન પોલીસ મથકે બંનેના પરિવારજનો ભેગા થયા હતા. પરંતુ આ લખાય છે ત્યાં સુધી આ મામલે નડિયાદ ટાઉન પોલીસે અટકાયતી પગલાં ભર્યા છે પરંતુ કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ ન હોવાનું જાણવા મળ્યું છે.

આ પ્રકરણની વધુ વિગત એવી છે કે નડિયાદ શહેરના અમદાવાદી દરવાજા વિસ્તારમાં રહેતી એક યુવતીને આ જ વિસ્તારમાં એસી રીપેરીંગના કામ કરતા વિધર્મી યુવક મુસ્તકીમ મુનીર મલેક (ઉં. ૨૧) જોડે પ્રેમ થઇ ગયો હતો.  આજથી દોઢેક વર્ષ પહેલા આ યુવતી રાજકોટ રહેતા મામાના ઘરે ગઇ હતી. તે સમયે મુસ્તકીમ પણ એ યુવતીની પાછળ પાછળ રાજકોટ પહોંચી ગયો હતો. 

જ્યાંથી આ બંનેને પોલીસે પકડી લીધા હતા. એ સમયે પણ આ મામલે ભારે હોબાળો મચ્યો હતો. પરંતુ બાદમાં બંનેના પરિવારજનો વચ્ચે સમાધાન થઇ ગયું હતું. એટલે મામલો બિચક્યો ન હતો. પરંતુ આ ઘટના બાદ થોડા સમયમાં જ આ યુવક યુવતી વચ્ચે ફરીથી પ્રેમ પ્રકરણ શરુ થઇ ગયું હતું. ફરીથી બંને સાથે ફરવા લાગ્યા હતા.

આ દરમ્યાન મુસ્તકીમેે આ યુવતી પાસે કેટલાક ડોક્યુમેન્ટ્સ પણ સાઇન કરાવી લીધા હતા.આ ડોક્યુમેન્ટસના આધારે ગત્ રોજ આ યુવક-યુવતીના નિકાહ પઢાવાના હતા. 

જેની બધી તૈયારીઓ થઇ ગઇ હતી. જમણવાર પણ ચાલુ થઇ ગયો હતો. ફટાકડા, ડી.જેના તાલે મોટી સંખ્યામાં આવેલા મહેમાનો ઝૂમી રહ્યા હતા. એ જ સમયે હિંદુ સંગઠનના સભ્યોએ નડિયાદ ટાઉન પોલીસ મથકે જાણ કરતા પોલીસ સાથે બધા નિકાહના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં નિકાહને રોકીને પોલીસ દ્વારા બંને યુવક યુવતીને નડિયાદ ટાઉન પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. જ્યાં યુવકની કડક પૂછપરછ કરતા તેને કેટલાક દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે આ મામલે યુવતીના પરિવારજનોએ આ લખાય છે ત્યાં સુધી કોઇ પોલીસ ફરિયાદ આપી ન હોવાનું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

આ મામલે શહેર પોલીસ મથકે મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા.  જો કે આ મામલે હજુ સુધી પોલીસે અટકાયતી પગલાં ભરી  યુવક યુવતીની પૂછપરછ હાથ ધરી છે અને યુવકે રજૂ કરેલા દસ્તાવેજી પુરાવાઓની ચકાસણી પણ કરવામાં આવી રહ્યા હોવાનું  જાણવા મળ્યું છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FySIOx

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages