સીઝન બદલાય એની સીધી અસર બાળકો પર થતી હોય છે. તેમાય ઉનાળામાં તો બાળકો બીમાર ના પડે તેની પેરેન્ટને ખાસ ચિંતા હોય છે. ગરમીમાં બાળકો હેલ્ધી રહે તે માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.

ઇનડેર ગેમ્સ રમાડો
હવે તો સ્કૂલ વેકેશન શરૂ થવાની તૈયારીમાં છે. વેકેશનમાં બાળકો આખો દિવસ બહાર રમવાની જીદ કરતા હોય છે. આવામાં એમની વિશેષ કાળજી રાખવી પડે છે. ઉનાળામાં સૌથી અગત્યની બાબત છે પાણી. તમારે એ વાતનો ખ્યાલ રાખવો જોઈએ કે ભરપૂર પાણી પીવે. પાણી શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢે છે.

તાજા ફળ આપો
ઉનાળામાં ખોરાકનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બજારમાં મળતાં જંકફૂડથી દૂર રહો અને રાખો. જંકફૂડને બદલે બાળકોને તડબુચ, સકરટેટી, શેરડીનો રસ અને કીવી જેવા તાજા ફળો ખાવા આપો. બાળકો તડકામાં જાય ત્યારે એમને સનસ્ક્રીન લગાવીને મોકલો. આ ક્રિમ સૂર્યના હાનિકારક કિરણોથી થતા નુકસાન સામે રક્ષણ કરે છે.
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CItwV8
No comments:
Post a Comment