લીલા મરચાં ખાવાથી થાય છે અઢળક લાભ, ચહેરો અને પેટ બંને થશે સાફ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 26 March 2019

લીલા મરચાં ખાવાથી થાય છે અઢળક લાભ, ચહેરો અને પેટ બંને થશે સાફ


અમદાવાદ, 25 માર્ચ 2019, સોમવાર

રસોઈમાં અને ફરસાણ સાથે ખવાતા લાલ મરચાં તીખા તમતમતાં હોય છે અને તેને ખાવાથી શરીરને તકલીફ થાય છે તેવી માન્યતા છે. પરંતુ શું તમે જાણો છો કે લીલા મરચાં ખાવાથી શરીરને કેટલા લાભ થાય છે ? લીલા મરચાં ખાવાથી સ્વાસ્થ્ય સંબંધી લાભ પણ થાય છે. લીલા મરચાંથી થતા લાભ વિશે જાણી તમે આજથી જ તેને ખાવાનું શરૂ કરી દેશો. 

લીલા મરચાંમાં વિટામિન એ, બી6, આયરન, કોપર, પોટેશિયમ, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ હોય છે. એટલું જ નહીં તેમાં બીટા કૈરોટીન, ક્રીપ્ટોક્સાન્થિન લુટેન જેવા તત્વ હોય છે. લીલા મરચાં ખાવાથી શરીરને વિટામિન્સ મળે છે અને જે ત્વચા માટે ફાયદાકારક હોય છે. લીલા મરચાં ખાતા લોકોની સ્કીન ગ્લોઈંગ રહે છે. 

જે લોકો ડાયાબિટીસની સમસ્યાથી ત્રસ્ત હોય છે તેમણે દિવસના ખોરાકમાં મરચાંનો ઉપયોગ જરૂરથી કરવો. લીલા મરચાં ખાવાથી શરીરમાં શર્કરાનું સ્તર નિયંત્રણમાં રહે છે. 

લીલા તાજાં મરચાં અને મધ એક સાથે ખાવાથી દમના રોગીઓને લાભ થાય છે. 10 દિવસ સુધી આ ઉપાય કરવાથી સાઈનસની સમસ્યામાં પણ રાહત મળે છે. 

લીલા મરચાં પાચનતંત્ર માટે પણ લાભકારી છે. વિટમીન સી ખોરાક લીધા બાદ શરીરમાં થૂંક બનાવવાનું કામ કરે છે જેના કારણે ખોરાક સારી રીતે પચી જાય છે. 

લીલા મરચામાં એન્ટી બેક્ટીરિયલ ગુણ હોય છે જે સંક્રમણને દૂર કરે છે. લીલા મરચાં ખાવાથી ત્વચાના રોગ પણ થતા નથી. 

મહિલાઓમાં આયરનની ખામી સામાન્ય હોય છે. મહિલાઓએ પોતાના ખોરાકમાં લીલા મરચાં ખાવા જોઈએ તેનાથી આયરનની ખામી દૂર થાય છે. 




from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CCS5CZ

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages