બિરબલથી ફાસ્ટ ચાલશે તમારા બાળકનું બ્રેન, ટિપ્સ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 26 March 2019

બિરબલથી ફાસ્ટ ચાલશે તમારા બાળકનું બ્રેન, ટિપ્સ

સંતાનપ્રાપ્તિ દરેક માતા-પિતા માટે સુખદ અનુભવ હોય છે અને દરેક ઇચ્છે છે કે સંતાન હોંશિયાર હોય, પરંતુ શું તમે જાણો છો કે બાળકના જન્મ પછીના ત્રણ વર્ષ તેના ગ્રોથ માટે મહત્વના હોય છે. આ સમય તેના શારીરિક અને માનસિક વિકાસ માટે મહત્વપૂર્ણ હોય છે.

નિષ્ણાંતોનું માનવું છે કે બાળકના જન્મ પછીના 3 વર્ષ નક્કી કરે છે કે તે કેટલો સ્માર્ટ હશે અને તેનું વજન કેટલું હશે. તેથી જ આ સમયગાળામાં બાળકના પોષણમાં ધ્યાન ના રાખવામાં આવે તો એવું નુકસાન નથી થઇ શકે છે જેની ભરપાઈ ક્યારેય ના થઇ શકે.


2. આ સમયમાં ઓછું પોષણ મળે તો ઓછી સ્મરણશક્તિ, નબળાઈ, ઓછી હાઈટ અને કેટલીય બીમારીઓનું જોખમ રહે છે. તેથી ધ્યાન રાખો કે ત્રણ વર્ષ સુધીના બાળકોના પોષણનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

3. જન્મના બે કલાક પછી માતાનું પહેલુ દૂધ આપવામાં આવે તો તે બાળકને ઘણી બીમારીઓથી બચાવે છે. આ ઉપરાંત 2 વર્ષ સુધી સ્તનપાન કરાવવાથી બાળકનો વિકાસ વ્યવસ્થિત થાય છે. 

4. બાળકને જન્મના છ મહિના સુધી માત્ર માતાનું જ દૂધ પીવડાવાની સલાહ આપવામાં આવે છે. મા જ્યારે સ્તનપાન કરાવે છે ત્યારે બાળકમાં ઇમોશન્સ જન્મ આપે છે જે આગળ જઇને સંબંધને મજબુત બનાવે છે.


5. 6 મહિના પછી બાળકને દૂની સાથે સોલિડ આપવું જોઈએ. દલિયા કે દાળના પાણીથી શરૂઆત કરો. આ સમયે બાળકને પ્રોટીનયુક્ત ખોરાક આપવો જોઈએ.

6. તે એક વર્ષ પૂરું કરે પછી એને દરેક પ્રકારનો ખોરાક ખાવાની ટેવ પાડો. નરમ રોટલી, દહી, શાકભાજી વગેરે ખવડાવો. તેમજ બધાની સાથે બેસીને જમવાની ટેવ પાડો. 

7. બાળકમાં શરૂઆતથી જ બધા પ્રકારનો ખોરાક ખાવાની ટેવ કેળવો. એની પસંદ મુજબ શાક બનાવો જેથી તે ખાવામાં નખરા ના ક બાળકને પહેલાથી જ બધું ખાવાની ટેવ પાડો.

8. બાળક 2 વર્ષનું થાય પછી તેના ડાયેટમાં આયરનનું ખાસ ધ્યાન રાખો. સફરજન અને પાલક ભરપૂર ખવડાવો.


9. કેલ્શિયમ માટે ત્રીજા વર્ષથી બાળકને રોજે બે ગ્લાસ દૂધ આપો. બીજી ડેરી પ્રોડક્ટ્સ પણ ખવડાવો. આનાથી હાડકાં મજબુત બનશે.

10. તેમજ ત્રીજા વર્ષથી બાળકની રમત-ગમત પર ધ્યાન આપો. ટ્રાય કરો કે તે બીજા બાળકો સાથે રમે અને એમની સાથે વાતચીત કરે.



from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HRwqdF

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages