
- બાબેનમાં વિજય સંકલ્પ કાર્યકર્તા સંમેલનમાં મુખ્યમંત્રીએ રામ મંદિર ભાજપ જ બનાવશે નો રાગ પણ આલાપ્યો
બારડોલી, તા. 25 માર્ચ 2019, સોમવાર
બારડોલી નજીક બાબેન ખાતે ભાજપના વિજય સંકલ્પ કાર્યકર્તા સંમેલનને સંબોધતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે આ વખતની ચૂંટણી ધર્મયુધ્ધ છે. ચૂંટણી દેશભક્ત અને દેશદ્રોહી વચ્ચેનો જંગ બની રહેશે. કોંગ્રેસ અને મહાગઠબંધન દેશના દુશ્મન છે. ભાજપ ચૂંટણી જીતશે તો પાકિસ્તાનમાં માતમ છવાઈ જશે અને રામમંદિર તો ભાજપ જ બનાવશે.
ગુજરાતમાં લોકસભાની બેઠક દીઠ વિજય સંકલ્પ કાર્યકર્તા સંમેલનનું ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે સોમવારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બારડોલી લોકસભા બેઠકનાં બાબેન ખાતેનાં સંમેલનમાં સંબોધન કર્યુ હતું કે, સરદારની કર્મભૂમિ પરથી વિજયનો સંકલ્પ કરી કોંગ્રેસને લલકાર ફેંકવાનો છે.
દેશને બચાવશે તેની સાથે જનતા જોડાશે. કોંગ્રેસના ૨૦૦૪ થી ૨૦૧૪ સુધીના ૧૦ વર્ષના શાસનમાં નિરાશા અને હતાશા હતી. હવામાં, પાતાળમાં અને મેદાનમાં ચારેબાજુ કૌભાંડ જ કૌભાંડ હતાં. આવા સમયે દેશના વડાપ્રદાન નરેન્દ્ર મોદીએ નામુમકીનને મુમકીન કરી બતાવ્યું છે.
કોંગ્રેસે દેશ પર એક જ પરિવાર થોપવાનો પ્રાયસ કર્યો છે. આ પરિવારને દેશ પર અન્ય કોઈ રાજ કરે તે પસંદ નથી. એક ચા વાળો ચોકીદાર થઈને દેશની રક્ષા કરે તે આ ગાંધી પરિવારને મંજુર નથી. કોંગ્રેસના સામપિત્રોડા અને મણીશંકર અય્યર દ્વારા પુલવામા હુમલા અને એર સ્ટ્રાઈક મુદ્દે નિવેદન આપવાની મુખ્યમંત્રીએ આકરી ટીકા કરી ઝાટકણી કાઢી હતી. કોંગ્રેસ અને મહાગઠબંધન મોદી હટાવો ના નારા લઈને નીકળ્યા છે. અમારા દ્વારા ગરીબી હટાવો, ભ્રષ્ટાચાર હટાવો, આતંકવાદ હટાવો, નકસલવાદ હટાવો, અલગતાવાદી તત્વો હટાવોની વાતો કરવામાં આવી રહી છે.
આ વખતની ચૂંટણી આરપારની લડાઈ છે. બધા દેશ વિરોધીઓ એક મંચ પર આવી ગયા છે. મુખ્યમંત્રીએ વિકાસની વાતો કરી રામમંદિર તો ભાજપ જ બનાવશે કોંગ્રેસે જે કરવું હોય તે કરે એવું બુલંદ નાદે કહ્યું હતું.
રાહુલ શિવજી છે તો ૫૦૦ ગ્રામ ઝેર પીવડાવો
બારડોલી ખાતે વિજય સંકલ્પ કાર્યકર્તા સંમેલનમાં કેબીનેટ મંત્રી ગણપત વસાવાએ સોશીયલ મીડિયાને ટાંકીને જણાવ્યું કે રાહુલ ગાંધીની સરખામણી ભગવાન શિવજી સાથે કરવામાં આવી રહી છે. તો શિવજી એ તો લોકોના દુઃખ દૂર કરવા ઝેર પીધું હતું. તો તમારા નેતાને ૫૦૦ ગ્રામ ઝેર પીવડાવો સામે ચૂંટણીએ બચી જાય તો અમે માનીશું કે સાક્ષાત શિવજીનો અવતાર છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TW4cpg
No comments:
Post a Comment