શહેરના 6 ટ્રાફીક સિગ્નલોમાંથી 4 તો બંધ હાલતમાં: સમસ્યા જેસે થૈ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 2 March 2019

શહેરના 6 ટ્રાફીક સિગ્નલોમાંથી 4 તો બંધ હાલતમાં: સમસ્યા જેસે થૈ


ભાવનગર, તા. 28 ફેબ્રુઆરી 2019, ગુરૂવાર

ભાવનગર શહેરનો વિસ્તાર વિકાસ દિન પ્રતિદિન વધતો જાય છે. ત્યારે વસ્તી અને ટ્રાફીક સમસ્યા પણ વધતી જણાય છે. ત્યારે શહેરમાં ટ્રાફિક નિયમન જાળવવા ફીટ કરાયેલ ટ્રાફીક સિગ્નલો અડધાથી પણ વધુ બંધ હાલતમાં જોવા મળે છે. તો ઘણા વિસ્તારમાં જરૂર હોવા છતા સિગ્નલ નખાતા નથી. હાલમાં મુખ્યમંત્રી દ્વારા ૧૮ નગર, મહાનગર પાલિકા માટે ટ્રાફીક સિગ્નલ માટે 19.50 કરોડની ફાળવણી મંજુર કરી છે ત્યારે નવા સિગ્નલ અને બંધ છે તે શરૂ થાય તે દિશામાં પ્રયત્નો જરૂરી બન્યા છે.

ભાવનગર શઙેરના વધતા જતા વ્યાપ અને વાહનોની સંખ્યાને લઇ ટ્રાફીક સમસ્યા દિન પ્રતિદિન વધતી જાય છે. ત્યારે વિવિધ ચાર રસ્તા પર અકસ્માત અટકાવવા ટ્રાફીક સિગ્નલ મહત્વની ભૂમિકા ભજવે છે. ભાવનગર શહેરમાં માધવદર્શન, મોતીબાગ, ટાઉન હોલના સિગ્નલ શરૃ છે. જ્યારે હલુરીયા ચોક, ઘોઘાગેટ ચોક, બોરતળાવ અને સંસ્કાર મંડળ પર ટ્રાફીક સિગ્નલ હોવા છતા લાંબા સમયથી બંધ હાલમાં પડયા છે. જે તાકીદે શરૃ કરાય તે હિતમાં જરૂરી બનેલ છે.

તાજેતરમાં ભાવનગર સહિત 18 મહાનગરપાલિકાની માળખાકિય વિકાસ માટે 596 કરોડ જેવી માતબર રકમની મંજુરી મુખ્યમંત્રી દ્વારા અપાઇ છે. જેમાંથી 19.50 કરોડ ટ્રાફિક સિગ્નલ અને ઈન્ટીગ્રેટેડ કમાન્ડ કન્ટ્રોલ માટે વપરાશે તેવું જાણવા મળેલ છે. ત્યારે ભાવનગરમાં વધતા ટ્રાફીકની સાથો સાથ હજુ ઘણી ગીચ રસ્તા પર છાશવારે થતા નાના-મોટા વાહન અકસ્માતો નિવારવા વધુ સિગ્નલ મુકવા જણાય છે. જેમાં ખાસ કરીને સહકારી હાર્ટ, ઘોઘા જકાતનાકા, નવાપરા, વડવા વાસણઘાટ, રામ મંત્ર મંદિર, શેલારશા ચોક જેવા વિસ્તારોનો સમાવેશ કરી શકાય છે. આમ નવા ઓટોમેટીક ટાઇમર વાળા ટ્રાફિક સિગ્નલ મુકવાની સાથો સાથ જે સિગ્નલ છે અને બંધ છે તેને કાર્યરત કરવાની પણ તાતી જરૂરીયાત જણાય છે.


from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2EGlVbj

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages