શહીદોનો બદલો લેનાર મોદીના સમર્થન માટે ભાજપ દ્વારા આજે વિજય સંકલ્પ રેલી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 2 March 2019

શહીદોનો બદલો લેનાર મોદીના સમર્થન માટે ભાજપ દ્વારા આજે વિજય સંકલ્પ રેલી


ભાવનગર, તા. 01 માર્ચ 2019, શુક્રવાર

પુલવામા આતંકી હુમલા બાદ તેનો બદલો લેવા ભારતે પાકિસ્તાનની જમીનમાં જઈ એરસ્ટ્રાઈક કરી અસંખ્ય આતંકવાદીઓને ફૂંકી માર્યા છે. ત્યારબાદ બન્ને દેશ વચ્ચે યુધ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રાષ્ટ્ર એક થયો છે, દેશનો દરેક નાગરિક રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ ગયો છે. ત્યારે લોકસભાની ચૂંટણીમાં રાષ્ટ્રપ્રેમનો રંગ જોડવા ભાજપે વિજય સંકલ્પ રેલી અભિયાન શરૂ કર્યું છે. આવતીકાલે ભાવનગરમાં બે સ્થળે ભાજપના કાર્યકરો વિજય સંકલ્પ રેલી અંતર્ગત બાઈક રેલી કાઢશે.

ભાવનગર શહેર ભાજપ દ્વારા આવતીકાલ શનિવારે ભાવનગર પૂર્વ અને ભાવનગર પશ્ચિમ વિધાનસભામાં વિજય સંકલ્પ રેલીનું આયોજન કરાયું છે. જેમાં પૂર્વ વિધાનસભામાં સવારે 10 કલાકે એ.વી.સ્કૂલના મેદાનમાંથી વિજય સંકલ્પ રેલીનું પ્રસ્થાન થશે. જે ખારગેટ, વૈશાલી સિનેમા, વાલ્કેટગેટ, પ્રભુદાસ તળાવ, ખેડૂતવાસ, આનંદનગર, દીપકચોક, બોરડીગેટ, ગીતાચોક, મહિલા કોલેજ, ઘોઘાસર્કલ, શિવાજી સર્કલ, ગાયત્રીનગર, ભરતનગર, માલઘારી, સિંધુનગર, સંસ્કારમંડળ, આતાભાઈ ચોક થઈ ગુલીસ્તા મેદાનમાં પૂર્ણ થશે.

જ્યારે પશ્ચિમ વિધાનસભામાં કાળિયાબીડ ભગવતી સર્કલ ખાતેથી રેલીનું પરસ્થાન થશે. આ રેલી વાઘાવાડી રોડ, સહકારી હાટ, સંત કંવરરામ ચોક, કાળાનાળા, ભીડભંજન, જશોનાથ સર્કલ, પાનવાડી, ચાવડીગેટ, કુંભારવાડા, નિર્મળનગર, બહુમાળી ભવન, ચિત્રા, દેસાઈનગર વગેરે વિસ્તારોમાં ફરી બોરતળાવના નાકે સમાપન થશે.

શહેર ભાજપે એવો દાવો કર્યો છે કે, આ રેલીમાં 5 હજારથી વધુ કાર્યકર્તા અને રાષ્ટ્રભક્ત યુવાનો જોડાશે. દેશે છેલ્લા 3-4 દિવસમાં પીએમ મોદીની મજબુત રાષ્ટ્રભક્તિ, ઈચ્છાશક્તી અને વૈશ્વિક સમર્થન શક્તી જોતા 13 દિવસમાં જ પુલામાં હુમલાના શહીદોનો બદલો લઈ પાકિસ્તાનને ઘૂંટણીયે પડવા મજબૂર કર્યો છે. રાષ્ટ્રમાં મોદી હૈ તો મુમકીન હૈનો સૂર સાંભળવા મળી રહ્યો છે. ત્યારે સ્થાયી સરકાર સાથે મોદી દેશની શાસનધુરા સંભાળે તેવા સંકલ્પ સાથે યુવા મોરા દ્વારા વિજય સંકલ્પ રેલી અભિયાન અંતર્ગત બાઈક રેલી કઢાશે. ભાવનગરમાં નીકળનારી વિજય સંકલ્પ બાઈક રેલીના સ્થળોને કેસરિયા ધ્વજા પતાકાથી સુશોભિત કરાશે. યુવા મોરચાના 5 બજાર કાર્યકરો વંદે માતરમ્, ભારત માતાના જયઘોષ સાથે રેલીમાં જોડાશે તેમ વધુમાં જણાવ્યું હતું.


from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VtGXPJ

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages