(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 25 માર્ચ 2019 સોમવાર
પાંડેસરા પોલીસ મથકમાં મેડિકલ લીગલ કેસ (એમ એલ સી) થયા હોય તે બીમારીમાં સપડાયેલા વ્યક્તિ મૃત્યુ પામતા હોય છે. તે વ્યક્તિઓને કેટલીકવાર પોલીસ પોસ્ટ મોર્ટમ વગર કર્યા વગર પોલીસ સબંધીને મૃતદેહ સોંપી દેતા હોય છે. જોકે લોકોને મદદ કરવા પોલીસે સાચો રસ્તો અપનાવ્યો છે પણ આ સાચા રસ્તા પર ચાલવુ થોડું કઠિન છે. તેવા સમયે પાંડેસરામાં રહસ્યમય સંજોગોમાં મોતને ભેટેલી બાળકીનું પોસ્ટ મોર્ટમ કર્યા વગર પોલીસે મૃતદેહ તેમના પરિવારને સોંપી દેતા સિવિલમાં ચર્ચાએ જોર પકડ્યું હતુ.
સુરત શહેરના વિવિધ વિસ્તારોના વ્યક્તિઓ બીમારીને લીધે તબિયત બગડે કે અન્ય કોઈ કારણસર હાલત ગંભીર થતી હોય છે. જેથી તે વ્યક્તિને સારવાર માટે તરત જ ખાનગી હોસ્પિટલ કે સ્મીમેર હોસ્પિટલ અને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે જ્યાં ફરજ પરના તબીબ જે તે વ્યક્તિને મૃત જાહેર કરે છે એટલે કે કેસની એમ એલ સી કરી પોલીસને જાણ કરવામાં આવે છે. મોટાભાગના વ્યક્તિઓના પોલીસ પોસ્ટમોર્ટમ કરાવીને મૃતદેહ તેમના પરિવારને સોંપે છે પણ જે વ્યક્તિ ઉંમરલાયક અને બીમાર હોય અથવા નાનું બાળક હોય માનવતા ખાતર પોલીસ પોસ્ટમોર્ટમ કરાવવા વગર તેમના પરિવારને મૃતદેહ સોંપી દે છે.
નોંધનીય છે તારીખ 1લી જાન્યુઆરી 2019થી અત્યાર સુધીમાં નવી સિવિલ હોસ્પિટલમાંથી વિવિધ પોલીસ મથકમાથી 30 વ્યક્તિના મૃતદેહ પોસ્ટમોર્ટમ કરવા વગર પોલીસે તેમના પરિવારને સોંપ્યા હતા. જેમાં સૌથી વધુ પાંડેસરા પોલીસ મથકના પોલીસે 13 વ્યક્તિઓના મૃતદેહ પરિવારને આપ્યા હતા.
જ્યારે બીજી તરફ ચોંકાવનારી બાબત એ છે કે પાંડેસરા વિસ્તારમાં પોલિસ કોલોની પાસે સ્વામિનારાયણ નગરમા રહેતા ત્રિલોચન પાલની આઠ માસની પુત્રી શ્રીયા ગઈ તારીખ ૨૩મી રાત્રે ઘરમાં ઝાડા-ઊલટી થતાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. જોકે આ કેસ MLC ધણી પાંડેસરા પોલીસને જાણ કરી હતી. બાદમાં પોલીસે બાળકીનું પોસ્ટ મોર્ટમ કરવા વગર પાંડેસરા પોલીસે મૃતદેહ પરિવારને સોંપી લીધો હતો.
અનેક પ્રકારની ચર્ચાએ સિવિલમાં થઈ રહી હોવાનું જાણવા મળ્યું છે
નોંધનીય છે કે સામાન્ય લોકો ખરેખર બીમાર હોય તેમની મુશ્કેલી પડતી હોય તો તકલીફમાં નિવારણ માટે પોલીસ છેલ્લા કેટલાક સમયથી પીએમ કર્યા વિના મૃતદેહ સોંપે છે. તે પ્રસંસનીય પગલું ભર્યું છે પણ બાળકીના શરીર પર ઈજાના નિશાન હતા. તેવા સમયે પોસ્ટ મોર્ટમ કર્યા વિના તેનો મૃતદેહ પરિવારને સોંપી દેતા અનેક પ્રકારની ચર્ચાએ જોર પકડયું હતું
પાંડેસરા પોલીસ સૂત્રોએ જણાવ્યુ હતુ કે બાળકીના માતા-પિતા પીએમ કરાવવા માગતા ન હતા. તેના શરીર પર ઇજાના નિશાન ન હતા. બાળકીને માલિશ કરવામાં આવતું હતું. જો કે તેના મૃત્યુ બાદ બ્લડ સર્ક્યુલેશન બંધ થઇ જવાના લીધે સોજા આવી ગયા હતા. પોલીસ તપાસમાં કઈ શંકાસ્પદ જણાયું ન હતું જોકે માનવતાના ધોરણે તેનો મૃતદેહ પરિવારની સોંપ્યુો હતુ.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TuGSKk
No comments:
Post a Comment