વિક્રોલીની કંપનીમાં કાર ખરીદવા અને ભાડા પર આપવાના સપના દેખાડી છેતરપિંડી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 12 March 2019

વિક્રોલીની કંપનીમાં કાર ખરીદવા અને ભાડા પર આપવાના સપના દેખાડી છેતરપિંડી

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.10 માર્ચ 2019,રવિવાર

વિક્રોલીની કંપનીમાં કાર ખરીદવા અને ભાડા પર આપવાના બહાને અંદાજે ૨૧૭ જણ સાથે અઢી કરોડરૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનું કહેવાય છે. આ કંપનીના સંચાલક નાસી ગયા હોવાનો આરોપ કરવામાં આવ્યો છે.

વિક્રોલી (પૂર્વ)માં આવેલી કંપનીના સંચાલકે લોકો પાસેથી કારના ડાઉન પેમેન્ટ તરીકે પૈસા લીધા હતા. અમુક લોકોએ કંપનીમાં કાર આપી હતી. આ તમામ વ્યક્તિને દર મહિને કારના ભાડાની રકમ આપવાના સ્વપ્ન દાખવવામાં આવ્યા હતા.

કંપનીએ પાંચ વર્ષનો કરાર પણ કર્યો હતો. તેમને અમુક મહિના સુધી ભાડાની રકમ મળી હતી. પણ બાદમાં કંપનીનો સંચાલક ઓફિસ બંધ કરી પલાયન થઈ ગયો હતો. રોકાણકારોએ પોલીસને મામલાની તપાસ કરવા કહ્યું છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2STCkg5

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages