મુંબઈ, તા.10 માર્ચ 2019,રવિવાર
કેન્સરના ૪૨ ઔષધ ઘટકોની કિંમત પર નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈઝિંગ ઓથોરિટી (એનપીપીએ)એ ૩૦ ટકા સુધીનો નફો કમાવવાની મર્યાદા લાદ્યા બાદ ૩૯૦ દવાઓની કિંમતમાં ઘટાડો થયો છે. આ ઘટાડો ત્રણ ટકાથી ૮૭ ટકા સુધી થયો હોવાનું ઓથોરિટીએ સ્પષ્ટ કર્યું હતું. આઠ માર્ચથી નવા દર સાથે આ દવાઓ બજારમાં ઉપલબ્ધ થઈ છેે.
ઔષધ નિર્મિતી કરતી કંપનીએ જથ્થાબંધ વિક્રેતાને વેચેલી કિંમત અને દરદીને પડતી કિંમતમાં અમાપ તફાવતને ધ્યાનમાં લઈને ટ્રેડ માર્જિનલ રેશનલાઈઝેન પદ્ધતીથી કર્ક રોગની ૪૨ દવાના ઘટકોના નફા પર મર્યાદા લાવવાનું ઓથોરિટીએ ૨૭ ફેબુ્રઆરીએ જાહેર કર્યું છે. દવા બનાવતી કંપનીને ૩૦ ટકા નફો મળવાની તક હોવાનું સ્પ,્ટ કરીને એ અનુસાર કંપનીએ હોલસેલર અને દરદીને પડતી કિંમત અગાઉથી નિશ્ચિત કરવાનો નિર્દેશ અપાયો છેે.
આ અનુસારરૂ. ૧૫૦થી એકલાખની કિંમતની દવાનો સમાવેશ છે. નિયંત્રણ બાદ કેટલીક દવાની કિંમત ૮૭ ટકા સુધી ઘટયાનું ધ્યાનમાં આવ્યું છે. ૩૮ બ્રાન્ડની દવાઓની કિંમત ૭૫ ટકા કે એથી વધુ ઘટી છે. ૧૨૪બ્રાન્ડની દવામાં ૫૦થી ૭૫ ટકા ઘટ આવી છે. ૧૨૧ બ્રાન્ડની દવાની કિંમતમાં ૨૫ જેટલો ઘટાડો થયો છે.
એનપીપીએના નિર્ણયથી ખાનગી હોસ્પિટલના કેન્સરના દરદીને ફાયદો થશે. અનેક હોસ્પિટલો પોોતાની ફાર્મસીમાંથી જ છાપેલી કિંમત પર દવા ખરીદવાનો આગ્રહ રાખતી હોય છે. તેવામાં આ ઘટેલી કિંમત લાભ કરશે. બીજી બાજુ મહાત્મા ફુલેગ્વન આરોગ્ય અથવા આયુશમાન યોજના હેઠળ કેન્સરનો ઉપચાર ટાટા અથવા સરાકરી હોસ્પિટલના દર અનુસાર નક્કી હોય છે, પરંતુ દવા ઘણી મોંઘી હોવાથી ખાનગી હોસ્પિટલમાં આ દરમાં સારવાર કરવાનો ઈનકાર કરે છે. હવે દવાના દરમાં ઘટાડો થતાં ખાનગી હોસ્પિટલ પણ બંને યોજનાના દર સ્વીકારીને સારવાર કરવા આગળ આવે એવી શક્યતા ?છે!
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2F0GyyR
No comments:
Post a Comment