(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.11 માર્ચ 2019,સોમવાર
૧૭મી લોકસભાની ચૂંટણીનું રણશીંગૂ ફૂંકાયું છે. મહારાષ્ટ્રમાં ચાર તબક્કામાં એટલે કે ૧૧, ૧૮, ૨૩ અને ૨૯ એપ્રિલના રોજ મતદાન પ્રક્રિયા યોજાશે. એમાં દેશ આર્થિક રાજધાની એટલે કે મુંબઇમાં તેમજ ઉપનગરની છ મતદાર ક્ષેત્રની સોમવાર ૨૯ એપ્રિલે મતદાન થશે.
મતદાનના દિવસે સરકારી, અર્ધસરકારી કચેરીને રજા જાહેર હોય છે. તેમજ મહિનાનો ચોથો શનિવાર, રવિવારની રજા હોય છે. આ વેળા લોકસભાની ચૂંટણીમાં મતદાન માટે શનિવાર, રવિવાર અને સોમવાર એક સળંગ ત્રણ દિવસની રજા છે. આથી મુંબઇગરા મતદાન કરવા મુંબઇમાં રહેશે કે નહિ તેની શંકા ઉભી થઇ છે. આમ ત્રણ દિવસ સળંગ રજા હોવાથી મુંબઇમાં મતદાનની ટકાવારી ઘટશે એવું જોવા મળશે.
દરમિયાન શનિવાર, રવિવારની રજાને જોડીને સોમવારની રજા હોવાથી મુંબઇગરા મિની વેકેશન મનાવવા બહાર ગામ ફરવા જતા રહે છે. લોકસભાની ચૂંટણીના મતદાન વેળા આ વખતે આવી સમસ્યા ઉભી થતા મુંબઇગરાને મુંબઇની બહાર જતા રોકવા માટે ચૂંટણી કમિશન અને રાજકીય પક્ષ કમરકસવી પડશે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2J7k4jW
No comments:
Post a Comment