ફેડરેશન ઓફ જૈન એસોસીએશનનું જુલાઈમાં દ્વિવાર્ષિક અધિવેશન - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 11 March 2019

ફેડરેશન ઓફ જૈન એસોસીએશનનું જુલાઈમાં દ્વિવાર્ષિક અધિવેશન



શિકાગો, તા. 04 માર્ચ 2019, સોમવાર

ફેડરેશન ઓફ જૈન એસોસીએશન ઇન નોર્થ અમેરિકા કે જે સમગ્ર અમેરિકામાં જૈનોના હુલામણા નામે ઓળખાય છે તેનું વીસમું દ્વિવાર્ષિક અધિવેશન આવતા જુલાઈ માસની ૪થી તારીખથી ૭મી જુલાઈ એમ ચાર દિવસના સમયગાળા દરમ્યાન કેલિફોર્નિયા નજીક આન્ટેરીયો કન્વેન્શન સેન્ટરમાં યોજાનાર છે.

તે અંગેની વિસ્તૃત માહિતી આપવા માટે ફેબુ્રઆરી માસની ૧૭મી તારીખને રવિવારે જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટન શિકાગોમાં જૈના કન્વેન્શનના કન્વીનર મહેશ વાઘર સધર્ન કેલિફોર્નિયા તથા ફર્સ્ટ વાઇસ પ્રેસિડેન્ટ ઓફ જૈના તેમજ કો- કન્વીનર ડો. નીતિન શાહ લોસએન્જલસનમાં આવ્યા હતા અને તેમણે કન્વેન્શન અંગે શિકાગોની સોસાયટીના સભ્યો તથા સ્થાનિક પત્રકારોને પણ સંબોધન કર્યું હતું.

જૈન સોસાયટી ઓફ શિકાગોમાં યોજવામાં આવેલ પત્રકાર પરિષદમાં સૌ પ્રથમ જૈનાના મિડિયા વિભાગના અગ્રણી દીપક દોશી તથા આ વિભાગના કો- કન્વીનર હેમંત શાહે હાજર રહેલા મિડિયાના પ્રતિનિધિઓને આવકાર આપ્યો હતો અને તેમણે એન્ટેરીયોના કન્વેન્શન સેન્ટરમાં જૈનાનું ૨૦મું દ્વિવાર્ષિક યોજાનાર છે તે અંગે આછેરો ખ્યાલ આપ્યો હતો અને આ વર્ષે આ અધિવેશનને એક નવીન પ્રકારની ભાત પૂરી પાડશે તેવું તેમણે વધારામાં કહ્યું હતું.

આ પ્રસંગે સધર્ન કેલિફોર્નિયા જૈન સેન્ટરનેે અગ્રણી અને જૈનાના કન્વીનર મહેશ વાઘરે મિડિયાના પ્રતિનિધિઓને જણાવ્યું હતું કે, આગામી જુલાઈ માસમાં જે કન્વેન્શન યોજાનાર છે તેમાં આગામી ૨૧મી સદીમાં જૈન ધર્મની ઉજવણી શાનદાર રીતે થઈ શકે એ મુખ્ય હેતુને પ્રાધાન્ય આપીને આ અધિવેશનનું આયોજન કરવામાં આવેલ છે.

અત્યારે આ અધિવેશનમાં સમગ્ર અમેરિકામાંથી ૨૪૦૦ જેટલા સભ્યોએ પોતાના નામોનું રજીસ્ટ્રેશન કરાવેલ છે અને તેઓ આવતા જુલાઈ માસમાં આ અધિવેશનમાં હાજરી આપશે અને વિદાય વેળાએ આત્મજ્ઞાાન પ્રત્યેની સફર શરૂ કરવા માટે શિક્ષણ, મનોરંજન અને પ્રેરણા સાથે જૈનાની એક અનોખી છાપ પોતાની સાથે જીવનના સંભારણા રૂપે લઈ જશે એવું તેમણે અંતમાં જણાવ્યું હતું.

જૈનાના કો- કન્વીનર અને લોસ એન્જલસ જૈન સેન્ટરના અગ્રણી ડો. નીતિન શાહે આ પ્રસંગે જણાવ્યું હતું કે, જૈનાના અધિવેશનને સફળ બનાવવા માટે છેલ્લા એક વર્ષથી વોલેન્ટીઅર ભાઈ-બહેનો સતત પ્રમાણમાં ભારે પરિશ્રમ કરી રહ્યા છે અને ગયા વર્ષના ઓક્ટોબર માસમાં આ ભાઈબહેનો ઓન્ટેરીયોના કન્વેન્શન સેન્ટરમાં એકત્રિત થયા હતા અને ભિન્ન ભિન્ન પ્રકારની કમિટીઓમાં જોડાઈને અધિવેશનને સફળ બનાવવા માટે થનગની રહ્યા હતા.

જૈનાના અધિવેશનમાં આ વર્ષે અમો સૌના સહિયારા પ્રયાસોથી એક જીન મંદિર તેમજ ૨૪ તીર્થંકરોની પ્રતિમા સહિત એક ભોમતિ પણ તૈયાર કરવામાં આવનાર છે અને વીસ વર્ષના ઇતિહાસમાં આવું સૌ પ્રથમ વખત જૈન મંદિર તૈયાર કરવામાં આવશે જે અનેરા પ્રકારનું હશે એવું તેમણે અંતમાં જણાવ્યું હતું.

જૈન સોસાયટી શિકાગોના બોર્ડ ઓફ ટ્રસ્ટી ચેરમેન અતુલ શાહે આ વેળા જણાવ્યું હતુંકે, લોસ એન્જલસને બાદ કરતા શિકાગો આ કન્વેન્શનમાં રજીસ્ટ્રેશનમાં બીજા નંબરે આવે છે અને ભૂતકાળના કન્વેન્શનમાંથી અમે ઘણું બધું શીખ્યા છીએ અને તેમાં થયેલી ભૂલો આ અધિવેશનમાં ન બને તેની સતત પ્રમાણમાં કાળજી લેવામાં આવશે એવું તેમણે જણાવ્યું હતું. આ વેળા શિકાગોના બોર્ડ ઓફ ટ્રસ્ટીના વાઇસ ચેરમેન હિતેશ શાહે જણાવ્યું હતું કે, ચાર દિવસના સમય દરમ્યાન દરેક ભાઈબહેન તથા યુવાનો તેમની રૂચિ પ્રમાણેનું ભોજન પિરસવામાં આવશે જેથી તમામ લોકો તેનો આનંદ માણી શકે.

ભૂતકાળના અધિવેશનમાંથી અમો ઘણું બધું શીખ્યા છીએ અને તેનું પુનરાવર્તન ન થાય તેની સતત પ્રમાણમાં કાળજી રાખીશું શિકાગો સોસાયટીના સેક્રેટરી પિયુષ ગાંધીએ જૈના કનેક્ટ નામના પ્રોગ્રામની વિગતે માહિતી આપી હતી જેમાં જૈન સમાજના નવયુવાનો અને યુવતીઓનું મિલન યોજવામાં આવશે અને તેમાં પોતાની પસંદગીને ખાસ પ્રાધાન્ય આપવામાં આવશે.

જૈનાના આ વીસમા દ્વિવાર્ષિક અધિવેશનમાં કોગ્રેસ વુમન તુલસી ગબ્બાર્ડ, પીપલ્સ ફોર એથીક્સ ટ્રીટમેન્ટના પ્રમુખ ઇન્ગ્રીડ ન્યુકિર્ક ફીલીપ વોલન, ઇસ્કોનના અગ્રણી ગૌર ગોપાલદાસ, નિપુણ મહેતા તેમજ જૈન સાધુ અને સાધ્વીઓ હાજરી આપશે વધારામાં વિરાયતનના ચંદનજી, આચાર્ય ડો. લોકેશમુનિજી, આચાર્ય નમ્ર મુનિજી (વિડિયો કોન્ફરન્સ દ્વારા), ગુરૂદેવ રાકેશભાઈ ઝવેરી, સમણ શ્રુતપ્રજ્ઞાાજી પણ આ અધિવેશનમાં હાજરી આપશે.

શિકાગો જૈન સોસાયટીના પ્રમુખ વિપુલ શાહે જૈન ગોટ ટેલેન્ટ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ અધિવેશનમાં દરરોજ સાંજ સાંસ્કૃતિક કાર્યક્રમ, રાસ ગરબા અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જૈનાની સ્થાપના સને ૧૯૮૧માં કરવામાં આવી હતી અને તેના પ્રણેતા ગુરૂદેવ ચિત્રભાનુજી તથા સ્વ. સુશીલ મુનિજી હતા અને તે વેળા સમગ્ર અમેરિકામાંથી ૨૧ જૈન સંઘો આ ફેડરેશનમાં જોડાયા હતા અને દિનપ્રતિદિન તેમાં વધારો થતા આજે તેની સભ્ય સંખ્યા ૭૧ જેટલી થવા જાય છે.



from Nri news News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HdwPYq

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages