
(ચંદ્રકાંત ત્રિવેદી દ્વારા) ન્યુજર્સી, તા. 04 માર્ચ 2019, સોમવાર
ભારતીય જનતા પાર્ટીના જનરલ સેક્રેટરી અને આગેવાન શ્રી રામમાધવ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ અન્વયે શનિવાર તા. ૩ ફેબુ્રઆરી ૨૦૧૯ના રોજ અમેરિકામાં ન્યૂયોર્ક ખાતે કોલંબીયા યુનિવર્સિટીના એક મહત્ત્વપૂર્ણ કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા તે તકનો લાભ લઈ ઓવરસીઝ ફ્રેન્ડઝ ઓફ બીજેપીએ શ્રી રામમાધવ સાથે TV Asia ઓડિટોરિયમ, એડીસન, ન્યુ જર્સી ખાતે એક વાર્તાલાપનું આયોજન કરાયું હતું.
ટૂંક સમય અને પ્રતિકૂળ હવામાન છતાં હકડેઠઠ મેદની સમક્ષ વર્તમાન પરિસ્થિતિ પર અને બીજેપીના શાસનમાં છેલ્લા ૪.૩/૪ વર્ષમાં થયેલ વિવિધ ક્ષેત્રે અપ્રતિમ વિકાસનું માહિતીપ્રદ પ્રવચન કર્યું હતું. તેમના પ્રવચનનો સૂર પુલવામા ખાતે નિંદનીય અધમ જાનલેવા હુમલા દ્વારા ૪૪ શહીદોના કારણે સમગ્ર રાષ્ટ્ર, સહુ વિપક્ષો અને આમ જનતા એક અવાજે આનો બદલો લેવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ અને ત્રણે સેનાઓની કાર્યવાહીમાં સંપૂર્ણ એકરાગતાથી સહકાર આપે છે. પરિણામે સરકારની કામગીરી વેગીલી બની છે.
તેમણે આ ૫૫ માસના શાસનકાળમાં ૫૫ વર્ષથી અધિક શાસન કરેલ અન્ય પક્ષની સરકારે જે પ્રગતિ કરી છે તેનાથી અધિક વર્તમાન સરકારે કરી છે. ભારતનો GDP સતત ૭%થી વધુ રહ્યો છે. હાલ ફુગાવો માત્ર ૨% છે. સ્વાસ્થ્ય ક્ષેત્રે લાખો શૌચાલય બનાવી બહેનો, માતાઓ, વડીલો અને સર્વ માટે પાયાની જરૂરિયાત ઉપલબ્ધ કરાવી છે.
સમગ્ર રાષ્ટ્રમાં નવા રોડ, એરપોર્ટ, પોર્ટ અને સરહદ પર જરૂરી રસ્તા, ફેસીલીટી, એરપોર્ટ દેશની સ્વતંત્રતાના રક્ષણ માટે મહત્વપૂર્ણ બનશે. સરકારની આયુષ્યમાન યોજના, સ્વચ્છ ભારત, Make in India, આદિ પ્રોજેક્ટે આમ જનતાને, ખાસ કરીને આર્થિક કમજોર વિભાગને ખુબજ રાહત આપેલ છે. સવર્ણોને ૧૦% અનામત આ દિશામાં પ્રશંસનીય પ્રસ્તુતિ છે.
કાર્યક્રમના પ્રારંભમાં TV Asia ના ચેરમેન અને CEO પદ્મશ્રી ડૉ. એચ.આર. શાહે BJPની સર્વતોમુખી કામગીરીને બિરદાવી હતી અન્ય વક્તાઓમાં OfBJPના પ્રમુખ કૃષ્ણાજીએ સમગ્ર ઈન્ડો-અમેરિકન પ્રજા ભારત સરકાર સાથે છે તે વાતનું પુનરુચ્ચારણ કર્યું હતું. વોશીંગ્ટનથી ખાસ પધારેલા મહાનુભાવ જસજીતસીંગે પણ પ્રાસંગિકૅ ઉદ્બોધન કર્યું હતું.
from Nri news News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HtPZbJ
No comments:
Post a Comment