ચેરમેનની ખોટી સહી કરીને રાજીનામુ આપનાર કર્મચારીએ પગારના રૃા.૧.૩૬ કરોડ માંગ્યા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 31 March 2019

ચેરમેનની ખોટી સહી કરીને રાજીનામુ આપનાર કર્મચારીએ પગારના રૃા.૧.૩૬ કરોડ માંગ્યા

 વડોદરા,તા,29,માર્ચ,2019,શુક્રવાર

ઇન્યોસ સ્ટાયરોલ્યુશન ઇન્ડિયા લિ. કંપનીના લિગલ એન્ડ સેક્રેટરીયલ તરીકે ફરજ બજાવતા અધિકારીએ રાજીનામુ આપ્યા પછી બોર્ડ મિનિટસ બુકની ઉઠાંતરી કરી ચેડા કરી ત્રણ વર્ષના પગારના ૧.૩૬ કરોડ રૃપિયાની માંગણી કરી હતી તેમજ બોર્ડ મિનિટ્સની ખોટી નોટ તૈયાર કરી ચેરમેનની બોગસ સહીઓ  કરી હતી. જે અંગે ગોરવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે. 

આ અંગેની વિગત એવી છે કે, ઇન્યોસ  સ્ટાયરોલ્યુશન ઇન્ડિયા લિ.માં વર્ષ ૨૦૧૩થી ૨૧-૮-૨૦૧૮ સુધી હેડ લિગલ એન્ડ સેક્રેટરીયલ તરીકે હરેશ એસ.ખિલનાની (રહે. સીધુ  કો.ઓ. સોસાયટી હરણી વારસીયા રીંગરોડ) ફરજ બજાવતા  હતા. 

હરેશ ખિલનાનીએ ૨૧-૮-૨૦૧૮એ રાજીનામુ આપતી વખતે એગ્રીમેન્ટ લેટર આપ્યો હતો કે મારે કંપની પાસેથી કોઇ રૃપિયા લેવાના બાકી નીકળતા નથી. હરેશ ખિલનાનીને કંપનીના નિયમ મુજબ ત્રણ મહિનાનો પગાર તથા અન્ય નાણાં ચૂકવી આપવામાં આવ્યા હતા.  ત્યારબાદ હરેશે કે તેના કોઇ માણસે કંપનીની ઓફિસના બે કબાટના લોક તોડી વર્ષ ૨૦૧૦થી ૨૦૧૭ સુધીની બોર્ડ મિનિટસ બૂક તથા વર્ષ ૨૦૧૩થી ૨૦૧૫ સુધીના નોમિનેશન એન્ડ રેમ્યુનરેશન કમિટીના મિનિટસ બુક તથા કંપનીના અન્ય ડોક્યુમેન્ટસની ઉઠાંતરી કરી હતી. 

જેના આધારે કર્મચારીને કંપનીમાંથી છુટા થતી વખતે ત્રણ મહિનાના નહી પરંતુ ત્રણ વર્ષના પગારના નાણા ચૂકવવાના હોય છે તેવો ખોટો પુરાવો ઉભો કર્યો હતો અને ત્રણ વર્ષના પગારના ૧.૩૬ કરોડ રૃપિયાની માંગણી શરૃ કરી હતી. આ ઉપરાંત ૯-૧૧-૨૦૧૩ની બોર્ડ  મીનિટ્સની ખોટી નોટ બનાવી તેમાં કંપનીના ચેરમેનની બનાવટી સહી પણ કરી હતી. 

ઉપરોક્ત ફરિયાદ કંપનીના મેનેજીંગ ડિરેકટર સંજીવ વાસુદેવા (રહે. અલકાપુરી એપાર્ટમેન્ટ-૩૦૩ અલકાપુરી)એ ગોરવા પોલીસ સ્ટેશનમાં નોધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. 



from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2V6LmZ7

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages