અમદાવાદ, તા. 30 માર્ચ 2019 શનિવાર
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના રોડશોને અભૂતપૂર્વ સમર્થન મળી રહ્યું છે. શાહના આ ચાર કિલોમીટર લાંબા રોડ શો દરમિયાન ઠેર-ઠેર ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રસ્તાની બંને બાજુ લોકો અમિત શાહના રોડ શોને નિહાળવા માટે ઉભા રહ્યા છે. અમિત શાહ પોતે પણ રથમાં ઉભા રહીને હાથ ઊંચો કરી તેમજ હસતા હસતા લોકોનું અભિવાદન કરી રહ્યા છે.
અમિત શાહનો રથ જ્યાંથી નીકળ્યો છે તે રોડ પરની બિલ્ડિંગોમાં આવેલી ઓફિસો અને રહેઠાણોની ગેલેરીમાં લોકો ઉભા રહી ગયા છે ત્યાંથી ઊભા ઊભા લોકો અમિત શાહના રથ પર ફૂલોનો વરસાદ વરસાવી રહ્યા છે. સામે અમિત શાહ પણ પોતાના રથમાંથી ફૂલો લોકો પર ફેંકી રહ્યા છે.
અવારનવાર અમિત શાહ મુખ્યમંત્રી વિજય રૂપાણી કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ તથા નીતિન પટેલ હાથ હલાવી વિજય મુદ્રામાં લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. જે તે વિસ્તારમાં નાગરિકો અને સમાજના જુદા-જુદા આગેવાનો દ્વારા અમિત શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે.
સમગ્ર રોડ શો દરમિયાન જે ભીડ જોવા મળી રહી છે. તે જોઈને અમિત શાહની લોકપ્રિયતાનો અંદાજ આવી રહ્યો છે. ખુલા રથમાંથી અમિત શાહ ગુલાબની પાંખડીઓ લોકો પર ઉડાવી રહ્યા છે. આ જ રીતે રોડ પર ઉભા રહેલા લોકો પણ ગુલાબની પાંખડીઓ અને ફૂલો વરસાવીને રાશિ વિશે પોતાના માનીતા લેતાનું સ્વાગત કરી રહ્યા છે. રોડ સોના ખુલ્લા રસ્તા ઉપર અવારનવાર ભાજપના કાર્યકરો અને નાગરિકો મોદી મોદીના નારા લગાવી રહ્યા છે.
આ પ્રકારનો ભવ્ય રોડ શો યોજીને ભાજપ વિપક્ષને પણ મેસેજ આપવા માગે છે કે ગુજરાતમાં તમારુ કોઈ જ સ્થાન રહેવાનું નથી. પાટીદાર ચોક ખાતે રોડ શો પૂરો થયા બાદ અમિત શાહ ગાંધીનગરની જિલ્લા કલેકટર કચેરી ખાતે પોતાનું ઉમેદવારીપત્ર ભરવા જશે. તે સમયે પણ ગાંધીનગરમાં પથિકાશ્રમથી ભાજપના કાર્યકરો માનવસાંકળ રચીને અમિત શાહનું સ્વાગત કરશે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2V6mRew
No comments:
Post a Comment