વડોદરામાં મુખ્યમંત્રીની રેલીમા પોલીસ બંદોબસ્ત વચ્ચે ખિસ્સાકાતરૂઓ ફરી વળ્યા અને ટેકેદારોના ખિસ્સા હળવા થયા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 31 March 2019

વડોદરામાં મુખ્યમંત્રીની રેલીમા પોલીસ બંદોબસ્ત વચ્ચે ખિસ્સાકાતરૂઓ ફરી વળ્યા અને ટેકેદારોના ખિસ્સા હળવા થયા


વડોદરા, તા. 30 માર્ચ 2019 શનિવાર

વડોદરા લોકસભા બેઠકના ભાજપનો ઉમેદવારના ચૂંટણી ફોર્મ ભરવા માટે આવેલા મુખ્યમંત્રીની રેલીમાં ખિસ્સાકાતરુએ ઉપદ્રવ મચાવ્યો હતો અને એક ડઝન જેટલા કાર્યકરો અને ટેકેદારોના ખિસ્સા હળવા કરતા ઉહાપોહ મચી ગયો હતો.

વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર રંજનબેન ભટ્ટની ગઈકાલે તા.29મીએ બપોરે રાવપુરા જુબેલી બાગ પાસેથી ઉમેદવારીપત્ર ભરવા માટે રેલી નીકળી હતી. આ રેલીમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ સાંસદના ઉમેદવાર સાથે ખુલ્લી જીપમાં જોડાયા હતા. રેલીમાં કાર્યકરો અને ટેકેદારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હોઈ પોલીસે  ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.

આમ છતાં ખિસ્સાકાતરુઓ અનેક ટેકેદારોના ખિસ્સા હળવા કરવામાં સફળ રહ્યા હતા.પ્રાથમિક તબક્કે મળતી માહિતી મુજબ એક ડઝન જેટલા કાર્યકરોના ખિસ્સા હળવા થયા છે. આ પૈકી આઠ જણાએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં કુલ રૂ. 25,350 રોકડા તેમજ આધારકાર્ડ, પાનકાર્ડ, એટીએમ કાર્ડ, ચુંટણીકાર્ડ જેવા દસ્તાવેજો ચોરાયા હોવાની ફરિયાદ નોંધાવી છે.



from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CO5Qi8

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages