આ દેશમાં બાળક જન્મે ત્યારથી તેની ઉંમર 1 વર્ષ ગણાય છે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 1 March 2019

આ દેશમાં બાળક જન્મે ત્યારથી તેની ઉંમર 1 વર્ષ ગણાય છે


ભારત સહિત દુનિયાના મોટા ભાગના દેશોમાં બર્થ ડેની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે એટલું જ નહી બર્થ ડે દરેક માટે ખાસ હોય છે.પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે 1 અબજને 41 કરોડની વસ્તી ધરાવતા ચીન દેશમાં બર્થ ડે નું ખાસ મહત્વ હોતું નથી.એટલું જ નહી ચીનમાં જન્મ દિવસ અંગ્રેજી તારીખ મુજબ નહી પરંતુ લૂનાર વર્ષ પ્રમાણે ગણવામાં આવતી હોવાથી આવી જ રીતે બર્થ ડે જ આવતો હોવાથી દરેક જણ નવા વર્ષમાં જ બર્થ ડે ની ઉજવણી કરે છે.

જો કે ચીનમાં બાળકનો જન્મ થયા પછી તેના બીજા બર્થડે ની જ ધામધોમથી ઉજવણી કરવામાં આવે છે. બાળક કોઇ પણ મહિનામાં જન્મયું હોય જન્મની સાથે જ તેનું એક વર્ષ ગણી લેવામાં આવે છે. આ ઉપરાંત ચીની નવું વર્ષ આવે એટલે વધુ એક વર્ષ ઉમેરી દેવામાં આવે છે. આ ગણના મુજબ તો કોઇ બાળક નવા વર્ષના આગલા દિવસે જન્મે તો પણ તે બીજા દિવસે બે વર્ષનું થઇ જાય છે. આવી જે રીતે આખી જીંદગી તેની ગણતરી નવા વર્ષ મુજબ જ કરવામાં આવે છે. એટલે ચીનમાં કોઇનો પણ જન્મ દિવસ અલગથી નહી પરંતુ લૂનાર વર્ષમાં ઉંમર બદલાય છે.

2 વર્ષના બાળકની વર્ષગાંઠનું ખૂબ જ મહત્વ હોવાથી તેની ધામધોમથી ઉજવણી કરે છે. કોઇ પણ નાગરીક ઉંમરના ૬૦ વર્ષ પુરા કરે તેનું ખૂબ મહત્વ છે. ઘરના વડિલ ૬૦ વર્ષ પુરા કરે તે ગૌરવની વાત ગણાય છે. સંતાનો તથા સગા સંબંધીઓ વડિલના આર્શિવાદ મેળવે છે અને તેમને ખૂશ રાખવા પ્રયત્ન કરે છે. ૬૦ વર્ષ બાદ ઉંમરના પડાવમાં દર ૧૦ વર્ષે ઉમરાતા જાય તેને પણ સેલિબ્રેટ કરવામાં આવે છે. આમ ચીનનો નાગરીક જન્મના પહેલા વર્ષ બાદ ત્યાર બાદ ૬૦ વર્ષે  અને ત્યાર બાદ દર દસ વર્ષે બર્થ ડે ઉજવે છે.




from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2tFez17

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages