રાજકીય પક્ષ મંજૂરી વગર સભા-સરઘસ કરી શકશે નહી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 31 March 2019

રાજકીય પક્ષ મંજૂરી વગર સભા-સરઘસ કરી શકશે નહી


ભાવનગર, તા. 28 માર્ચ 2019, ગુરૂવાર

ભારતીય ચૂંટણી પંચ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં આગામી તા. 23-04-19ના રોજ મતદાન યોજાશે. જેના અનુસંધાને રાજકીય પક્ષોને સભા-સરઘસો યોજવા માટે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તેમજ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પાસેથી, જ્યારે લાઉડસ્પીકર વગાડવા માટે જે તે પોલીસ સ્ટેશનના પીઆઇ, પીએસઆઇ પાસેથી પૂર્વમંજૂરી લેવી અનિવાર્ય છે.

આ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર હર્ષદ પટેલ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-33(1)(N)(O) અન્વયે બહાર પાડવામાં આવેલા હુકમ અનુસાર મતદાન પૂર્ણ થવાના ૪૮ કલાક પહેલા સુધી રાજકીય પક્ષો, આગેવાનો, ઉમેદવારોને ચૂંટણી પ્રચાર માટે જાહેરસભાઓ યોજવા, સરઘસ કાઢવા, લાઉડ સ્પીકર વગાડવા, વાહનો ફેરવવા તથા લાઉડ સ્પીકર સાથે વાહનો ફેરવવાની મંજૂરી-પરમિટ સરળતાથી મળી રહે તે માટે એ વિસ્તારના સંબંધિત મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને આ તમામ અધિકારો એનાયત કરવામાં આવ્યા છે. જ્યારે ઉમેદવાર, તેના ચૂંટણી એજન્ટ તથા ખર્ચ માટેના વધારાના ચૂંટણી એજન્ટના વાહનની મંજૂરી ચૂંટણી અધિકારી, ભાવનગર પાસેથી મેળવવાની રહેશે.


from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HNrxD3

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages