ભુજ, રવિવાર
ભુજ પાલિકામાં આચરાયેલા શૌચાલય કૌભાંડો ઉપરાંત સ્પીડબ્રેકર કૌભાંડની તપાસ પર પણ પડદો પાડી દેવાયો છે. જેના કારણે સત્તાધીકારીઓની હિંમત ખુલ્લી ગઈ છે જે બાદ અનકે કામોમાં નિયમોને નેવે મુકીને કામ કરી દેવાયા છે. હાલે તો નબળી ગુણવત્તાના રમકડા જેવા તમામ સ્પીડબ્રેકર રસ્તા પરાથી ગાયબ થઈ ગયા છે ,જેના બદલે ફરી સિમેન્ટના ઢંગાધડા વગરના બમ્પ બનાવી દેવાતા લાખો રૃપિયા ચાંઉ કરનારા સામે શા મ ટે તંત્રના અિધકારીઓ કૃપાદષ્ટિ રાખીને બેઠા છે તે પ્રશ્ન ફરી ઉઠયો છે.
નવાઈ એ વાત છે કે , આ સમગ્ર કૌભાંડમાં સરકારના નિયમોને કઈ રીતે નેવે મુકીને વગર ટેન્ડરે તાથા વધુ ભાવે ખરીદી કરીને કામ કરાયું છે તે મુદે કલેકટરને ફરીયાદ કરાઈ હતી પણ તેઓ દ્વારા પણ દાદ અપાઈ નાથી. આ ઉપરાંત ગાંધીનગર કક્ષાએ પણ પુરાવા સાથે રજુઆત કરાઈ હતી જેમાં જણાવાયું હતું કે, સ્પીડબ્રેકર નાખવા માટેના નિયમો મુજબ તે આઈએસઆઈ માર્ક ,ગુણવત્તાયુકત પ્લાસ્ટીકના હોવા જોઈએ જેાથી દરેક ઋતુના વાતાવરણ મુજબ એડજસ્ટ થઈ શકે. પરતું ભુજ પાલિકાના અિધકારી તાથા પદાિધકારીઓ દ્વારા ટેન્ડર આપવાથી લઈને કામ કરવા સુાધી ખુલ્લેઆમ ગોટાળા કરાયા હતા. જેમાં સરકારના નિયમ મુજબ મ્યુનીસીપલ એકટની કલમ ૬૭ પ્રમાણે ૫૦ હજાર ઉપરનું કામ હોય તો ઈ- ટેન્ડર ફરજિયાત કરવાનું હોય છે. આમછતાં ૨૦ લાખાથી ઉપરના આ કામમાં નિયમોને નેવે મુકીને મેન્યુઅલી ટેન્ડર કરાયા હતા. આ સમગ્ર કામગીરી પણ ગોઠવણ મુજબ કરાઈ હતી. જેના પરીણામ સ્વરૃપ આ નબળા એકપણ સ્પીડબ્રેકર ભુજમાં હયાત રહેવા પામ્યા નાથી. ફરી ભુતકાળની જેમ આખા ભુજમાં સિમેન્ટ મસમોટા ઢગલા બમ્પના નામે કરી નખાયા છે. જો આમ જ કરવું હતું તો વિકાસના નામે પ્લાસ્ટીક સ્પીડબ્રેકર નાખવાનું નાટક શા માટે કરાયું તે સવાલ જાગૃતોએ ઉઠાવ્યો છે. અમદાવાદ જેવા શહેરોમાં ઉચ્ચકવોલીટીની રબ્બરના સ્પીડબ્રેકરનું કામ પ્રતી મીટર રૃ.૧૦૦૦માં કરવામાં આવે છે. તેની સાપેક્ષે ભુજમાં હલકી, તકલાદી તાથા રમકડા જેવા પ્લાસ્ટીકના સ્પીડબ્રેકર નાખવાનું કામ પ્રતિ મીટરે રૃ.૧૫૦૦ના ભાવમાં એજન્સીને અપાયું હતું આમછતાં તે ટક્યા નાથી.ભુજમાં ૧૨ થી ૧૪ મીટરના પહોળા રસ્તા પર બંને બાજુ બમ્પ નાખવા પ્રતિ સ્પીડબ્રેકર દિઠ રૃ.૧૦૦૦૦ થી ૧૨૦૦૦નો ખર્ચ થયો હતો. જેમાં ૨૦ લાખ ઉપરની કામગીરી કરાઈ હતી. આમ માત્ર અઢી વર્ષના સમયગાળામાં અનેક વિકાસકામના અંચળા હેઠળ માલદાર થઈ ગયેલા કેટલાક નગરસેવકોની મિલ્કતની પણ તપાસ કરાય તેવી માંગણી ઉઠી છે.નવાઈ એ પણ છે કે, કલમ ૨૫૮ તળે ચુકવણા રદ કરી પેમેન્ટ સ્ટોપ કરવાની માંગણી કરાઈ હતી તે પણ કરવાની દરકાર સીઓ કે અન્ય અિધકારીઓએ ન લેતા પૈસા પણ ગયા અને સ્પીડબ્રેકર પણ ગયા આમ ભુજના રસ્તાઓની હાલત તો પાછી એ જ થઈ ગઈ છે.
ભુજમાં નખાયેલા બમ્પની સાઈઝ સરકાર દ્વારા અમાન્ય છે
ભુજમાં જે ખરાબ પ્લાસ્ટીકના બમ્બ નખાયા હતા,તે તમામ વેસ્ટેજ પ્લાસ્ટીકની ઉપજ છે. ઉપરાંત જે સાઈઝના નાખવામાં આવ્યા હતા તે સાઈઝ સરકાર દ્વારા અમાન્ય છે,આ સાઈઝને કોઈ મંજુરી મળી નાથી તાથા આઈએસઆઈ માર્ક પણ લગાવેલા નાથી. આમ છતાં આ કામ લાખોના ખર્ચે ખુદના ઘર ભરવા માટે માત્ર ને માત્ર કરવામાં આવ્યું હતું.
from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HZsmbx
No comments:
Post a Comment