છ વરસથી કામ ન મળતા ઉદય ચોપરા ડિપ્રેશનમાં આવી ગયો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 25 March 2019

છ વરસથી કામ ન મળતા ઉદય ચોપરા ડિપ્રેશનમાં આવી ગયો

(પ્રતિનિધિ દ્વારા)         મુંબઇ,તા.23 માર્ચ 2019,શનિવાર

'મોહબ્બતેં અને ધૂમ ૩ જેવી ફિલ્મોમાં કામ કરનાર ઉદય ચોપરા લાંબા સમયથી મોટા પડદે ગાયબ છે. થોડા સમય પહેલા તેની સોશયલ મીડિયા પર તસવીરો જોવા મળી હતી જેમાં તેનું વજન ઘણું વધેલું દેખાતું હતું.

તેને બોલીવૂડમાં કામ ન મળવાથી અને રૃપેરી પડદેથી દૂર રહેવાથી તેના શરીર પર ચરબીના થર જામી ગયા છે. હવે ઉદય ચોપરાએ  સોશિયલ મીડિયા પર આત્મહત્યાની વાત કરી છે. બોલીવૂડના જાણીતા યશ ચોપરાનો પુત્ર અને આદિત્ય ચોપરાનો ભાઇ ઉદય નિષ્ફળતાને કારણે માનસિક તાણનો ભોગ બન્યો છે. 

એક અંગ્રેજી અખબારના અનુસાર, ઉદયે ટ્વિટ કર્યું છે કે, '' મેં મારું ટ્વિટર અકાઉન્ટ થોડા કલાકો માટે ડી-એકટિવેટ કરી નાખ્યું.મ ને એવું લાગ્યું કે હવે હું મરી જઇશ. આ વિચાર અને લાગમી મારા માટે ખરેખર અભૂતપૂર્વ હતા. મને લાગે છે કે, આત્મહત્યા એક સારો વિકલ્પ છે.  હું કબૂલું છુ કે, હું ઠીક નથી. હું હજી સુધી કોશિષ કરી રહ્યો છું પરંતુ નિષ્ફળ રહ્યો છું. ''

ઉદય ચોપરાના આ ટ્વિટ પરથી સ્પષ્ટ થાય છે કે, તે ડિપ્રેશનનો ભોગ બની ગયો છે. તેણે જોકે પછીથી બન્ને ટ્વિટસ ડિલીટ કરી નાખ્યા હતા. ઉદય છેલ્લે ૨૦૧૩માં રીલિઝ થયેલી ફિલ્મ ' ધૂમ ૩'માં નજરે ચડયો હતો. 

આ પહેલા ઓગસ્ટ ૨૦૧૮માં પણ તેણેઆવું જ એક ટ્વિટ કર્યુ ંહતું. જ્યારે તેણેે લોકોને માનસિક બીમારી માટે સલાહ  આપી હતી. 

તેણે ટ્વિટ કર્યુ ંહતું કે, '' જો તમારું કોઇ નજીકનું અથવા તો તમને પ્રેમ કરનાર વ્યક્તિ માનસિક બીમારીનો શિકાર છે તો કૃપયા તેની મદદ કરશો. ''

એક ઇન્ટરવ્યુ દરમિયાન ઉદયે કહ્યુ ંહતુ ંકે, '' બોલીવૂડમાં જે લોકો કારકિર્દી શરૃ કરે છે તેનું ટોચ પર આવવાનું શમણું હોય છે. હું જુઠું નહીં બોલું, હું પણ નંબર વન થવા ઇચ્છતો હતો. પરંતુ મારી સાથે અમુક ચીજો બરાબર ન થઇ. દર્શકોએ મને નકાર્યો અને હું આગળ વધી શક્યો નહીં. દર્શકોની મારા પ્રત્યેની આવી અવગણનાને હું  પચાવી શક્યો નહીં. મારી સાથે આવું થયું છે તેનો મને વિશ્વાસ જ ન બેઠો. મારા માટે આ વાત સ્વીકારવી મુશ્કેલ હતી. હવે મને મારી પરિસ્થિતિ સમજાણી છે. 

સપ્ટેમ્બર ૨૦૧૮માં ઉદય ચોપરાના એક ટ્વિટે લોકોને ચોંકાવી દીધા હતા. તેણ ેગાંજાને કાયદાકીય માન્યતા આપવાની વાત કરી હતી. તેણે લખ્યુ ંહતુ ંકે, '' જ્યાં સુધી હું સમજું છું  ગાંજાને ભારતમાં કાયદેસર કરવો જોઇએ. તેના આવા ટ્વિટથી મુંબઇ પોલીસે તેને ટ્વિટર પર પડકાર્યો હતો. 

નરગિસ ફખ્રી સાથેના પ્રેમસંબંધ અને બ્રેકઅપથી પણ ઉદય ચોપરા ચર્ચામાં રહ્યો છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UOHhbL

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages