
(પીટીઆઇ) શ્રીનગર, તા.30 માર્ચ, 2019, શનિવાર
પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)એ જમ્મુ અને કાશ્મિર રાજ્યના વિશેષ દરજ્જાને પાછો ખેંચવાના નાણામંત્રી અરૂણ જેટલીના વિચારનો તીવ્ર પડઘો પાડતા જણાવ્યું છ કે જો બંધારણની કલમ ૩૭૦ રદ કરાશે તો ભારતીય સંઘ સાથેનો જમ્મુ-કાશ્મિરનો સંબંધ પૂરો થઇ જશે.
''જેટલીએ આ સમજી લેવું જોઇએ. કહેવું એ સહેલું નથી. જો તમે (કલમ) ૩૭૦ને નાબૂદ કરશો તો જમ્મુ અને કાશ્મિર સાથેનો તમારો સંબંધ પૂરો થઇ જશે,'' એમ પીડીપીના અધ્યક્ષ મહેબૂબા મુફિતએ આજે અત્રે એમના નિવાસસ્થાને પક્ષના કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું.
જેટલીએ બુધવારે જમ્મુ અને કાશ્મિરના વિશેષ દરજ્જાને પાછો ખેંચવાની તરફેણ કરતા જણાવ્યું હતું કે કાશ્મિરમાં વસતા ના હોય એવા ભારતીય નાગરિકોને એ રાજ્યમાં મિલકતો ખરીદતા રોકતી કલમ ૩૫એ, ''બંધારણીય રીતે ટકી શકે એમ નથી.''
વળી એનાથી રાજ્યના આર્થિક વિકાસ રૂંધાય છે. આના પ્રતિભાવમાં મહેબૂબાએ સમજાવ્યું કે કલમ ૩૭૦ ભારતીય સંઘ અને જમ્મુ અને કાશ્મિર રાજ્ય વચ્ચે સેતુ સમાન છે.
જો બંધારણની વિશેષ જોગવાઇને પાછી ખેંચાશે તો નવી દિલ્હીએ (ભારતે) જમ્મુ અને કાશ્મિર સાથેના એના સંબંધ વિષે ફરીથી વાટાઘાટો કરવી પડશે. રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાને કહ્યું કે જો કલમ ૩૭૦ રદ કરાશે તો જમ્મુ અને કાશ્મિરે પોતે ભારત સાથે રહેવા માગે છે કે કેમ એ વિષે પુનર્વિચાર કરવો પડશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HPuByN
No comments:
Post a Comment