ભુજ,રવિવાર
માંડવી તાલુકાના મેરાઉ ગામે અગાઉના ઝઘડાનું મનદુખ રાખીને મારામારીની ઘટનામાં સામસામી ફરિયાદ નોંધાવાઈ છે. આ ઘટનામાં ૧૦ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી.
એક પક્ષે સિાધીકભાઈ ઉમરભાઈ સીરૃએ સતાર જુસબ સીરૃ, ગુલામ જુસબ, ભસીર જુસબ, જુસબ આમદ, ઈસ્માઈલ ગની, શેરબાનુ તેમજ બે અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે શિરવા ગામે કુટુંબના લગ્ન હતા ત્યારે બોલાચાલી થઈ હતી, જે બાબતનું મનદુખ રાખીને કુહાડી વડે હુમલો કરાયો હતો. જ્યારે સામા પક્ષે જલુબાઈ જુસબભાઈ આમદભાઈ સીરૃએ નુરમામદ ઉમર, સીધીક ઉમર, અભુ ભખર ઉમર અને રોમનબાઈ વિરૃદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે. આ ઈસમોએ ધોકા વડે મારમારીને ઈજાઓ પહોંચાડી હતી. આ સમગ્ર ઘટનામાં માંડવી પોલીસે જુદી જુદી કલમો તળે ગુનો દાખલ કરીને તપાસ આગળ ધપાવી છે. રાત્રિ દરમિયાન આ ઘટના પ્રકાશમાં આવવા પામી હતી.
from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2F2WKzE
No comments:
Post a Comment