અમિત શાહનો 30 માર્ચે અમદાવાદમાં રોડ શો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 28 March 2019

અમિત શાહનો 30 માર્ચે અમદાવાદમાં રોડ શો


ગાંધીનગર, તા. 26 માર્ચ 2019 મંગળવાર

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આગામી ૩૦મી માર્ચ એટલે કે શનિવારે અમદાવાદમાં આવશે. તેઓ લોકસભાની ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડવાના છે. શનિવારે તેઓ પોતાની ઉમેદવારી પત્ર ભરવા માટે કલેકટર ઓફિસે જશે જ્યાં તેઓ પોતાની સંપત્તિની તમામ વિગતો સાથેનું એફિડેવિટ પણ ફોર્મની સાથે રજૂ કરશે.

અમિત શાહ પોતાના થલતેજ સ્થિત નિવાસસ્થાનેથી સમર્થકોના જમાવડા સાથે અને બેન્ડવાજા સાથે ઉમેદવારીપત્ર નોંધાવા જશે. ગાંધીનગર કલેકટર ઓફિસ જવાનું હોવાથી અમિત શાહ પોતાના કાફલા સાથે ગાડીમાં જશે. જોકે તેઓ ખુલ્લી જીપમાં જાય એવું આયોજન પણ થઈ રહ્યું છે. આગળ ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઈ. તેમાં ગુજરાતમાથી સૌપ્રથમ અમિત શાહનું નામ ગાંધીનગરની બેઠક માટે જાહેર થયું હતું.

ઉમેદવારીપત્ર ભર્યા બાદ અમિત શાહ ગુજરાતમાં રવિવારે પણ રોકાશે. આ દરમિયાન તેઓ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા તથા પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી સહિતના ટોચના નેતાઓ સાથે બંધબારણે મુલાકાતો પણ કરશે. જેમાં ખાસ કરીને તેઓ આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કયા વિસ્તારોમાં અને કયા સમયે જાહેરસભાઓ કરવી તેની ચર્ચા-વિચારણા કરશે તેમજ પ્રચાર માટે કયા મુદ્દાઓ ઉપર ફોકસ રાખવું તેનું માર્ગદર્શન પણ આપશે. હવે આગામી દિવસોમાં અમિત શાહની ગુજરાતની મુલાકાત તો વધશે એ વાત પણ નક્કી છે.



from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OrIrYx

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages