
અમદાવાદ, 8 માર્ચ 2019, શુક્રવાર
રાત્રે સૂતી વખતે સારી અને પૂરતી ઊંઘ કરવી જરૂરી હોય છે. એટલા માટે જ એવી વસ્તુઓ આપણી આસપાસ રાખવી ન જોઈએ જેનો નકારાત્મક પ્રભાવ શરીર પર પડે. આમ તો તમે અનેકવાર સાંભળ્યુ હશે કે સૂતી વખતે મોબાઈલ ફોન માથા પાસે ન રાખવો જોઈએ. પરંતુ આ સિવાય અન્ય વસ્તુઓ છે જેને રાત્રે સૂતી વખતે પાસે ન રાખવી.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર રાત્રે સૂતી વખતે વ્યક્તિએ પોતાની પાસે ખાસ પ્રકારની વસ્તુઓ ન રાખવી. આ વસ્તુઓ શરીર પર ખરાબ પ્રભાવ પાડે છે. આ પ્રભાવ વ્યક્તિની શારીરિક અને માનસિક સમસ્યાઓ વધારે છે. કઈ કઈ છે આ વસ્તુઓ વાંચો અહીં.
1. રાત્રે સૂતી વખતે પર્સ પાસે ન રાખવું. તેનાથી ધન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
2. મોબાઈલ ફોન રાત્રે સૂતી વખતે આસપાસ ન રાખવો. તેનાથી મગજ પર ખરાબ પ્રભાવ પડે છે.
3. રાત્રે સૂતા પહેલા વાંચવાની આદત હોય તો જ્યારે ઊંઘ આવવા લાગે ત્યારે પુસ્તકને દૂર મુકી દેવું. ઓશિકા નીચે પુસ્તક કે ન્યૂઝપેપર રાખવું નહીં.
4. સૂતા પહેલા પોતાના બેડ પાસે જૂતા કે ચપ્પલ ઉતારવા નહીં તેનાથી માનસિક ચિંતા વધે છે અને સ્વાસ્થ્ય પણ બગડે છે.
from Astro News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2H8iQCW
No comments:
Post a Comment