મહેસાણા ડમ્પીંગ સાઈડની આગ 72 કલાકથી 70 સોસાયટીના લોકો ઘરમાં રહેવા મજબૂર - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 27 March 2019

મહેસાણા ડમ્પીંગ સાઈડની આગ 72 કલાકથી 70 સોસાયટીના લોકો ઘરમાં રહેવા મજબૂર

મહેસાણા,તા.25 માર્ચ 2019, સોમવાર

મહેસાણાના શોભાસણ રોડ ઉપર આવેલા ડમ્પીંગ સાઈડમાં શનિવાર સવારે લાગેલી આગ હજુ ૭૨ કલાકથી પાલિકા ઓલવી શકી નથી. જેના લીધે ૭૦ જેટલી સોસાયટીના લોકો ઘરમાં પુરી રહેવા મજબૂર બન્યા છે. ક્લાસ વન ગણાતી પાલિકા પાસે સાવ હલકી કક્ષાની ફાયર સર્વિસ છે તે આ ઘટના પરથી સાબિત થયું છે. આગ હજુ બે દિવસ બાદ કાબૂમાં આવે તેવું લાગી રહ્યું છે. આવડી મોટી સમસ્યાને હલ આવે તેવું લાગી રહ્યું નથી.

ડમ્પીંગ સ્ટેશન ઉપર એક નાની અમથી ભુલના લીધે હજારો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થયા છે. એક અજાણ્યા રિક્ષા ચાલકે જ્યારે પોતાના ઘરની પસ્તી સળગાવી ત્યારબાદ ૭૨ કલાકથી લાગેલી આગ બુઝાવી શકાઈ નથી. આ રિક્ષાચાલકના નંબર પણ અહી નોકરી કરનારે નોંધી જવાબદારોને આપ્યા છે. આ આગને કાબુમાં લેવા માટે પાલિકાએ રિતસરની બેદરકારી દાખવી છે. જેમાં શનિવારે તો ફક્ત પાણીનો મારો ચલાવી સંતોષ માનતા રાત્રીના ધુમાડાના ગોટા શરૃ થયા હતા. જે એટલી હદે હતા કે અમુક લોકોને લાયન્સ હોસ્પિટલમાં ખસેડવા પડયા હતા. ખાસ કરીને વૃધ્ધો તથા નાના બાળકોની હાલત કફોડી બની ગઈ છે.

શનિવાર બાદ રવિવારની રજા હોવાથી પાલિકા ઊંઘતું રહ્યું હતું પણ આજે સોમવારે ચીફ ઓફીસર ખુદ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે ગણ્યાગાંઠયા નગરસેવકોને સાથે રાખી કામ ચાલુ કર્યું હતું. જોકે આ રેસ્ક્યુ કરવામાં મોડું થઈ ગયું હોવાથી આગ ઉપર કાબુ મેળવવો અઘરો થઈ ગયો છે. હજુ બે દિવસ સુધી ૭૦ જેટલી સોસાયટીના લોકોએ ધુમાડાના સામ્રાજ્યમાં રહેવું પડશે તે નક્કી છે.

કરોડો રૃપિયાનો ટેક્ષ ભરતી પ્રજાને હજુ આ ધુમાડાથી આરામ મળે તેવું લાગી રહ્યું નથી. આ મુદ્દે કહેવાતા સમાજ સેવકો પણ ચુપચાપ બેસી રહ્યા છે. 

દુષ્કાળના ડાકલા વચ્ચે લાખોના પાણીનો વેડફાટ

આગ પ્રસરી ગઈ હોવાથી વધુને વધુ પાણીની જરૃરિયાત ઉભી થઈ છે. જેથી બે દિવસથી લાખોના પાણીનો છંટકાવ થઈ રહ્યો છે. હાલ ઉત્તર ગુજરાતમાં દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે ત્યારે જો પાલિકાના સત્તાધીશોએ શરૃઆતથી ધ્યાન આપ્યું હોત તો પાણીનો ઓછો વપરાશ થયો હોત.

ઓએનજીસીની નફ્ફટાઈ, ફાયર ફાયટર મોકલવુ નથી

શહેરમાં હાલ ગંભીર પરિસ્થિતિ હોવાછતાં ઓએનજીસી ફાયર ફાયટર મોકલતું નથી. ચીફ ઓફીસરે વિનંતી કરી હોવાછતાં ફાયટર મોકલવાની ના પાડી દીધી છે.

કડી, ઊંઝા, વિસનગરના ફાયર ફાયટરો આવી પહોંચ્યા

મહેસાણામાં લાગેલી આગ બુઝાવવા માટે કડી, ઊંઝા, વિસનગરથી ફાયર ફાયટરો બોલાવી લેવાયા છે. છ ફાયર ફાયટર, છ પાણીના ટેન્કર, ત્રણ જેસીબી તેમજ એક લોડરનો સમાવેશ થાય છે.

સ્ટેટ ડીઝાસ્ટરે પણ હાથ અધ્ધર કરી દીધા!

સ્ટેટ ડીઝાસ્ટરને આજે પાલિકાના ચીફ ઓફીસરે જાણ કરી હતી છતાં કોઈ મદદ મોકલી ન હતી. મહેસાણા ઉપર આફત આવી છે ત્યારે એકપણ એજન્સી જવાબદારી લેવા તૈયાર નથી.



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CFuamy

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages