
પીટીઆઈ) નવી દિલ્હી, તા.28 ફેબ્રુઆરી, 2019, ગુરૂવાર
સરકારે પાકિસ્તાન દ્વારા બંધક બનાવાયેલા વિંગ કમાંડર અભિનંદન વર્ધમાનના ૧૧ વીડિયો દૂર કરવા માટે ગુરુવારે યુ ટયુબને આદેશ આપ્યો હતો. ભારત અને પાકિસ્તાનની વાયુ સેના વચ્ચેના ભીષણ સંઘર્ષ બાદ પાકિસ્તાને ભારતીય વિંગ કમાંડર અભિનંદન વર્ધમાનને બંધક બનાવ્યા હતા.
મિગ વિમાનના વિંગ કમાંડર અભિનંદન લાઈન ઓફ કંટ્રોલ પાર કરીને પાકિસ્તાનમાં પડયા હતા અને પાકિસ્તાની આર્મીએ તેમને બંદી બનાવી લીધા હતા. ત્યાર બાદ પાકિસ્તાનની આર્મીએ અભિનંદનનો એક વીડિયો જાહેર કર્યો હતો. ગૃહ મંત્રાલયે ગુરુવારે અભિનંદન સાથે સંકળાયેલા ૧૧ વીડિયો દૂર કરવા માટે યુ ટયુબને આદેશ આપ્યો હતો. આ આદેશનું તરત પાલન કરીને યુ ટયુબે તે તમામ વીડિયો હટાવી લીધા હતા.
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને શાંતિ જાળવવાના પગલા રુપે ગુરુવારે સંસદમાં અભિનંદન વર્ધમાનને મુક્ત કરવાની જાહેરાત કરી હતી. તેમણે બંને દેશ વચ્ચેનો તણાવ દૂર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંપર્ક સાધવાનો પ્રયાસ પણ કર્યો હતો.
ગૂગલના પ્રવક્તાએ જણાવ્યા મુજબ હંમેશા સત્તાધીશોની યોગ્ય કાનૂની વિનંતીઓને માન્ય રાખી આવી સામગ્રીને દૂર કરવી તે તેમની નીતિ રહી છે. પેરાશૂટ વડે સુરક્ષીત ઉતરાણ બાદ અભિનંદન પાકિસ્તાનમાં પડયા હતા જ્યાં સ્થાનિકોએ તેમના પર પથ્થરમારો કર્યો હતો અને તેમને આર્મીને સોંપ્યા હતા. આ ઘટનાનો વીડિયો સ્થાનિક દ્વારા સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો હતો અને તે વિવિધ માધ્યમોમાં ઝડપથી પ્રસર્યો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Ny10tw
No comments:
Post a Comment