વ્યસ્ત લાઈફને લીધે ઘણાં પેરેન્ટ્સ પોતાના બાળકોને પૂરતો સમય નથી આપી શકતા અને ગિલ્ટી ફીલ કરે છે. આવામાં તેમને વિચાર આવે છે કે ફિલ્મસ્ટાર્સ પોતાના બાળકોનું ધ્યાન કેવી રીતે રાખતાં હશે. સેલેબ્સ હોય કે સામાન્ય માણસ બાળકની ચિંતા તો બધાને હોય છે. આવો જાણીએ કે કિંગ ખાન અને બીજા સેલેબ્સ બાળકોને કેવી રીતે સાચવે છે.

શાહરુખ ખાન
શાહરુખ બોલિવૂડના સારા એક્ટર છે. વ્યસ્ત હોવાછતાં તે એમની સાથે સમય પસાર કરે છે અને મિત્રની જેમ રહે છે. તે બાળકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખે છે.
સુસ્મિતા સેન
સુસ્મિતાનું કહેવું છે કે બાળકો સાથે ફ્રેન્ડલી રહેવું જોઈએ જેથી એ ખોટો ડર રાખ્યાં વિના પોતાના મનની વાત તમને સરળતાથી કહી શકે. જો કે ઘણીવાર એમની સાથે કડકાઈ પણ કરવી પડે છે જેથી તે ખોટા રસ્તે ના જતાં રહે.
રીતિક રોશન
આપણે જાણીએ છીએ કે રીતિક અને સુઝાન અલગ થઇ ગયા છે. તેમછતાં રીતિક સમય કાઢીને બાળકો સાથે સમય પસાર કરે છે. તેમની સાથે આઉટિંગ પર જાય છે, કસરત કરે છે અને પેઇન્ટિંગ પણ કરે છે.
from Relationship News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CL3uR0
No comments:
Post a Comment