તો આ કારણોસર લગ્ન વિના ખુશ રહે છે છોકરીઓ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 26 March 2019

તો આ કારણોસર લગ્ન વિના ખુશ રહે છે છોકરીઓ

બદલાતા સમય સાથે છોકરીઓની રહેણીકરણીમાં પણ ફેરફાર આવવા લાગ્યો છે. આજકાલ ઘણી છોકરીઓ લગ્ન નથી કરવા માગતી. તમે જોતા હશો કો હવે ઘણી છોકરીઓ લગ્ન કર્યાં વિના એકલા અને આત્મનિર્ભર બનીને જીવવાનું પસંંદ કરી રહી છે.

પહેલા શાળાકિય અભ્યાસ પતે એટલે છોકરીના લગ્ન થઇ જતા હતા. કોલેજ પછી પરણનાર છોકરીઓ તો બહુ જ ઓછી જોવા મળતી. પરંતુ હવે  વિચારસરણીમાં પરિવર્તન આવ્યું છે. આજની છોકરીઓ આત્મનિર્ભ બનવા માગે છે. લગ્ન હવે સેકન્ડરી વાત થઇ ગયા છે અને કેરિયર પ્રાથમિક. તેથી ઘણી છોકરીઓ લગ્ન કર્યાં વિના એકલી રહીને વધારે ખુશ રહે છે.  પરંતુ આમ થવાનું કારણ શું છે...

લગ્નનો કેરિયર પર પ્રભાવ ના પડે

લગ્નની સીધી અસર છોકરીની કેરિયર પર પડે છે. તેમના પર પરિવારની જવાબદારી પણ આવી જાય છે. લગ્ન પછી સાસરિયાના હિસાબે સેટ થવું પડે છે. આવામાં છોકરાના જીવનમાં ખાસ કોઈ ફેરફાર નથી આવતા. તેથી જ છોકરીઓ લગ્ન કરવાનું ટાળે છે.

એકલા રહેવું ગમે છે

ઘણી છોકરીઓને એકલા રહેવું ગમે છે. એકલતામાં એમને વધારે આનંદ આવે છે. આવી મેચ્યોરિટી સાથે કોઈ પાર્ટનરની જરૂર નથી પડતી.

આત્મનિર્ભર બનવા માગે છે

લગ્ન કરીને પોતાની સ્વતંત્રતા ગુમાવવા નથી માગતી. લગ્ન પછી યુવલતી એ દરેક કામ નથી કરી શકતી જે તે પહેલા બહુ ઇઝીલી કરતી હોય. સાસરે એણે સાસરિયાને જવાબ આપવો પડે છે. આવામાં તે કેરિયરને પ્રાધાન્ય આપે છે અને આત્મનિર્ભર બનવાનું પસંદ કરે છે.

મનગમતો પતિ ના મળવો

ઘણી છોકરીઓને મનગમતો પતિ નથી મળતો. આવામાં ગમે તેની સાથે લગ્ન કરવા કરતાં તે સિંગલ રહેવાનું પસંદ કરે છે. ઘણીવાર છોકરીઓએ પરિવારની વાત માનીને લગ્ન કરી લેવા પડે છે. આવામાં તેણે મનમારીને જીવવું પડે છે. આવું ના થાય તે માટે ઘણી છોકરીઓ હવે લગ્ન ના કરવાનો નિર્ણય લેવા લાગી છે.

છોકરીઓ લગ્નના બંધનમાં ફસાવા નથી માગતી. તે પતિ અને સાસરિયાઓના મહેણા નથી સાંભળવા માગતી. એના બદલે તે આત્મનિર્ભર બનીને એકલા રહેવાનું પસંદ કરે છે.



from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WrpR5H

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages