સંબંધમાં કડવાશ હોવા છતાં કપલ્સ નથી કરતાં બ્રેકઅપ, જાણો શું છે તેનું કારણ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 26 March 2019

સંબંધમાં કડવાશ હોવા છતાં કપલ્સ નથી કરતાં બ્રેકઅપ, જાણો શું છે તેનું કારણ


અમદાવાદ, 24 માર્ચ 2019, રવિવાર

દરેક સંબંધની શરૂઆત સુંદર અને સુખદ હોય છે. પરંતુ જેમ જેમ સમય જાય છે તેમ તેમ સંબંધોની ચમક ફીકી પડી જાય છે. સંબંધોમાં વિખવાદ વધવા લાગે છે અને તેના કારણે કપલ્સ વચ્ચે દૂરી પણ વધવા લાગે છે. કેટલાક કપલ્સ એવા પણ હોય છે કે તેઓ આવા સંબંધને તોડતા પણ નથી અને માનસિક તાણ સાથે સંબંધમાં જોડાયેલા રહે છે. શું તમે જાણો છો કે આમ કરવા પાછળનું કારણ શું હોય છે. 

યૂનિવર્સિટી ઓફ ઉટાહના શોધકર્તાઓનો દાવો છે કે લોકોના મનમાં પાર્ટનરને છોડી દેવાના વિચાર આવે છે પરંતુ તેમ છતાં તેઓ સંબંધ તોડતા નથી કારણ કે તેમને લાગે છે કે તેમના પાર્ટનરને તેની જરૂર છે અને તે તેના પર નિર્ભર છે. પાર્ટનરને છોડ્યા બાદ તે એકલા ખુશ રહી શકશે નહીં.

નવી સ્ટડી અનુસાર પાર્ટનર પ્રતિ સહાનુભૂતિની ભાવનાને કારણે લોકો પાર્ટનર સાથે બ્રેકઅપ કરતા નથી. મોટાભાગે કપલ્સ પોતાની ખુશી કરતાં વધારે પોતાના પાર્ટનરની ખુશી વિશે વિચારે છે અને તેના કારણે તેઓ એક એવા સંબંધને ટકાવી રાખે છે જેમાં તેઓ ખુશ હોતા નથી. 

આ સ્ટડીના પ્રથમ ચરણમાં 1348 રોમાન્ટિક સંબંધ ધરાવતા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જ્યારે બીજા ચરણમાં 500 એવા લોકો પાસેથી જાણકારી લેવામાં આવી જે બ્રેકઅપ કરવા માટે વિચારી રહ્યા હતા. આવા લોકો કોઈ કઠોર નિર્ણય લઈ શકતા ન હતા કારણ કે તેઓ પોતાના પાર્ટનર પ્રત્યેના સમર્પણના કારણે સંબંધ તોડી શકતા ન હતા. 




from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FvRPYr

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages