ઓફિસમાં ક્યારેય ન ખાવી આ વસ્તુઓ, કામ પર થશે ખરાબ અસર - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 26 March 2019

ઓફિસમાં ક્યારેય ન ખાવી આ વસ્તુઓ, કામ પર થશે ખરાબ અસર


અમદાવાદ, 26 માર્ચ 2019, મંગળવાર

ઓફિસમાં જતા લોકોએ પોતાના શરીર અને મનને એક્ટિવ રાખવું પડે છે. ઓફિસમાં એવું કોઈ કામ કરવું જોઈએ નહીં કે જેનાથી જોબ પરફોર્મન્સ પર અસર પડે. આ વાતથી દરેક કર્મચારી અવગત હોય છે અને તેઓ મોટાભાગે એવું કામ કરવાનું પણ ટાળે છે. પરંતુ તેમ છતા એક બાબત પર લોકો ધ્યાન આપવાનું ચુકી જાય છે જે કામ પર સૌથી વધારે અસર કરે છે. આ બાબત છે ઓફિસમાં લેવાતો ખોરાક. જી હાં ઓફિસમાં ક્યારેય એવી વસ્તુઓનું સેવન ન કરવું જેના કારણે કામ પર અસર થાય. 

કોફી

તમને જાણીને નવાઈ લાગશે પરંતુ શક્ય હોય ત્યાં સુધી કોફી પીવાનું ઓફિસમાં ટાળવું જોઈએ. કોફી પીવાથી સ્ટ્રેસ દૂર થાય છે પરંતુ વધારે પડતી કોફી પીવાથી ગેસની સમસ્યા પણ થઈ શકે છે. આ સમસ્યાના કારણે ઓફિસનું કામ પ્રભાવિત થઈ શકે છે. એટલા માટે ઓફિસમાં ગ્રીન ટી પીવાની આદત રાખવી ફાયદાકારક છે.

તળેલું ભોજન

ઓફિસમાં તળેલો ખોરાક ખાવાનું પણ ટાળવું જોઈએ. તળેલી વસ્તુઓ ખાવાથી ઊંઘ આવે છે અને પેટ પણ ભારે થઈ જાય છે. આ બંને અવસ્થામાં બરાબર રીતે કામ કરવું શક્ય બનતું નથી. ઓફિસમાં જંક ફૂડ પણ ખાવું નહીં.

નાસ્તા અને ચિપ્સ

ઓફિસમાં કામ કરતી વખતે પેકેટ્સમાં મળતા નાસ્તા અને ચિપ્સ ખાવાનું પણ ટાળવું. આ વસ્તુઓ ખાવાથી ડિહાઈડ્રેશનનું સ્તર વધે છે. એટલા માટે ઓફિસમાં પેકેટ્સના નાસ્તા ન કરવા તેના બદલે બદામ, કાજૂ જેવા ડ્રાયફ્રૂટ્સ સાથે રાખવા. 

નોન વેજ

ઓફિસમાં વધારે પ્રમાણમાં નોન વેજ ભોજન લેતા હોય તો તેનાથી પણ દૂર રહેવું જોઈએ. નોન વેજ ખાવાથી શરીરમાં સુસ્તી આવે છે અને તેનાથી કામ પ્રભાવિત થાય છે.



from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HHqxjO

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages