બાંદરા- કુર્લા કોમ્પ્લેક્સમાં હવે હેલિકોપ્ટરમાં ઊડીને પહોંચી શકાશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 12 March 2019

બાંદરા- કુર્લા કોમ્પ્લેક્સમાં હવે હેલિકોપ્ટરમાં ઊડીને પહોંચી શકાશે

મુંબઈ, તા.10 માર્ચ 2019,રવિવાર

મુંબઈ મહાનગરના મહત્ત્વના વ્યાપારી મથક તરીકે વિકસેલા બાંદરા- કુર્લા કોમ્પ્લેક્સમાં આવનારા દિવસોમાં હેલિકોપ્ટરમાં ઊડીને પહોંચી શકાશે. કારણ કે બીકેસીમાં સરકારે હેલિપેડ બાંધવાનું નક્કી કર્યું છે.

આમ બાંદરા- કુર્લા કોમ્પ્લેક્સમાં ભવિષ્યમાં બુલેટ ટ્રેન ટર્મિનલ બંધાશે અને ઈન્ટરનેશનલ ફાઈનાન્શીયલ સેન્ટર પણ ઉભું થશે. એટલે કોર્પોરેટ ક્ષેત્રના માંધાતાઓ, રાજકારણીઓ અને સરકારી એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓને હેલિકોપ્ટરથી પહોંચવાનું સગવડભર્યું બની રહેશે.

અત્યારે મુંબઈમાં રાજભવન, નેવીનગર, મહાલક્ષ્મી રેસકોર્સ અને જૂહુમાં હેલિપેડ છે. હવે પાંચમું હેલિપેડ બીકેસીમાં બાંધવાનું વિચારાઈ રહ્યું છે. એમએમઆરડીએના ગ્રાઉન્ડમાં આ હેલિપેડ બાંધવામાં આવશે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NTqSjF

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages