છબીલ પટેલનો પુત્ર સિધ્ધાર્થ તપાસમાં સહકાર આપતો નથી ભચાઉ
કોર્ટમાં રજૂ કરી ૧૦ દિવસના રિમાન્ડ માંગવામાં આવશે
અમદાવાદ, તા. 10 માર્ચ 2019,રવિવાર
ભાજપના નેતા જયંતી ભાનુશાળી હત્યા કેસમાં પોલીસે આજે સવારે છબીલ પટેલના પુત્ર સિધ્ધાર્થ પટેલની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં ભાનુશાળીની હત્યા સમયે સિધ્ધાર્થ પટેલ ભુજમાં હાજર હતો. ત્યારબાદ અમદાવાદ આવવા રવાના થયો હતો જો કે ઘરે મિડિયાનો જમેલો જોઇને મિડિયાથી બચાવા ગોવા ભાગી ગયો હતો.
જયંતી ભાનુંશાળીના હત્યા કેસના મુખ્ય આરોપી છબીલ પટેલનો પુત્ર સિધ્ધાર્થ પટેલ બે મહિના બાદ ગઇકાલે સાંજે રેલવે પોલીસ સમક્ષ હાજર થયો હતો, આ અંગે રેલવે ડીઆઈજી ગૌતમ પરમારના જણાવ્યા મુજબ પોલીસ આખીરાત તેની મેરેથોન પુછપરછ કરી હતી. શરૃઆતમાં તો તે પોતે કંઇ નહી જાણતો હોવાનું રટણ કરતો હતો. પોલીસે કડકાઇથી પુછપરછ કરતાં તેણે કબુલ્યું હતું કે શાર્પ શૂટરોને બાઇક અને હેલ્મેટ તેણે લાવીને આપ્યું હતું. પિતાને એમરિકા જવા માટે ટીકીટની વ્યવસ્થા પણ તેણે કરી હતી. ઉપરાંત ભાનુશાળીની હત્યા સમયે તે ભુજમાં હાજર હતો ત્યારબાદ અમદાવા આવવા રવાના થયો હતો જો કે ઘર આસપાસ મિડિયાને જોઇને તે ગોવા ભાગી ગયો હતો.
સિધ્ધાર્થ પટેલની હત્યા કેસમાં મદદગારી સાબિત થતાં આજે સવારે તેની ધરપકડ કરવામાં આવી હતી. જો કે કયા કારણોસર હત્યા કરવામાં આવી હતી. હત્યાનો પ્લાન ઘડાયો ત્યારે શાર્પ શુટરો સાથે બેઠકમાં મનીષા ગોસ્વામી, સુરજીત ભાઉ હાજર હતા કે કેમ તેમજ ગોવામા કયાં છુપાયો હતો ત્યાં કોના કોના સંપર્કમાં હતો તે સહિતના પ્રશ્નો પુછતા સિધ્ધાર્થ પટેલ કંઇ પણ નહી જાણતો હોવાનું રટણ કરીને પોલીસને સહકાર આપતો ન હતો. જેને લઇને પોલીસ દ્વારા સિધ્ધાર્થ પટેલને સોમવારે ભચાઉ કોર્ટમાં રજૂ કરીને ૧૦ દિવસના રિમાન્ડ માંગવામાં આવશે.
સિધ્ધાર્થ પટલ પોતાના પિતા છબીલ પટેલના સતત સંપર્કમાં હોવાથી તેની પાસેથી અમેરીકામાં ક્યાં રોકાયા છે, તેમજ મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉની ધરપકડ કરવા માટે પણ તેની પાસેથી માહિતી એકઠી કરવામાં આવશે. ભાનુશાળી હત્યા કેસના મુળ સુધી પહોચવા પોલીસે સીસીટીવી ફૂટેજ અને કોલ ડિટેઇલ આધાર એક પછી એક કડીઓ એકઠી કરીને હત્યા કરનારા શાર્પ શૂટરો સહીત આજ સુધીમાં છ આરોપીઓની ધરપકડ કરી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HcmzPU
No comments:
Post a Comment