રાજ્યકક્ષાના મંત્રી હરિભાઇ ચૌધરી, પ્રભાતસિંહ ચૌહાણ અને વિઠ્ઠલ રાદડિયાનું પત્તું કપાયું - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 28 March 2019

રાજ્યકક્ષાના મંત્રી હરિભાઇ ચૌધરી, પ્રભાતસિંહ ચૌહાણ અને વિઠ્ઠલ રાદડિયાનું પત્તું કપાયું


ગાંધીનગર, તા. 27 માર્ચ 2019, બુધવાર

આખરે ભાજપ હાઈકમાન્ડે આજે બપોરે લોકસભાના ગુજરાતના વધુ ત્રણ બેઠક માટેના ઉમેદવારની સત્તાવાર જાહેરાત કરી છે, જેમાં હાલના ત્રણેય સાંસદોને ટિકિટ અપાઈ નથી. તેમજ નો રિપીટ થિયરી ને અપનાવવામાં આવી છે

પંચમહાલ પરથી હાલના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણને બદલે રતનસિંહને ટિકિટ અપાઈ છે જેના માટે ભાજપના નેતાઓ કહે છે કે રતનસિંહને લોટરી લાગી છે. જ્યારે સૌરાષ્ટ્રના પોરબંદરથી હાલના સાંસદ વિઠ્ઠલ રાદડિયાને બદલે સ્થાનિક અગ્રણી રમેશ ધડુકને ટિકિટ મળી છે.

બનાસકાંઠા પરથી હાલના સાંસદ અને કેન્દ્રના રાજ્યકક્ષાના મંત્રી હરિભાઇ ચૌધરીનું પણ પત્તું કાપીને તેમને બદલે રૂપાણી સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી તેવા પરબત પટેલને ટિકિટ અપાઈ છે.

આમ અત્યાર સુધીમાં કુલ 26 બેઠકમાંથી ભાજપે 19 નામોની જાહેરાત કરી છે જેમાં કુલ 5 સાંસદોને ટિકિટ કાપવામાં આવી છે અને બાકીની 14 બેઠકો પર સાંસદોને રિપિટ કરાયા છે.

અત્રે નોંધનીય છે કે પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે તો હાઇકમાન્ડને ચીમકી પણ આપી હતી એટલું જ નહીં પોતાને જ ટિકિટ મળે તે માટે તેઓ દિલ્હી પણ ગયા હતા આમ છતાં તેમને ટિકિટ અપાઈ નથી.

જ્યારે પોરબંદરમાં વિઠ્ઠલભાઈ રાદડિયા બીમાર હોવાથી તેમની જગ્યાએ તેમના પુત્ર અને રૂપાણી સરકારના કેબીનેટ મંત્રી જયેશ રાદડિયાને પોરબંદરથી ચૂંટણી લગાવવાની ઈચ્છા હાય કમાન્ડની હતી, પરંતુ જયેશ રાદડિયાએ ચૂંટણી લડવાની ના પાડતા અને પોતાના નાનાભાઈ લલિતને ટિકીટ આપવાની માંગણી કરી હતી પરંતુ હાઇકમાન્ડે આખરે પોરબંદર બેઠક પરથી સમગ્ર રાદડીયા પરિવાર ની બાદબાકી કરી દીધી છે.

બીજીબાજુ બનાસકાંઠાના હાલના સાંસદ અને કેન્દ્રના રાજ્યકક્ષાના મંત્રી હરિભાઇ ચૌધરીનું નામ પણ સીબીઆઈના લાંચકાંડમાં ખુલ્યું હતું જેને લઇને તેમને પણ ટિકિટ ન મળે એવી શક્યતાઓ હતી. 



from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Fweoea

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages