91,355 જાહેર ખબરોનાં પોસ્ટરો, બેનરો, દિવાલ પરનાં લખાણો દૂર કરાયા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 28 March 2019

91,355 જાહેર ખબરોનાં પોસ્ટરો, બેનરો, દિવાલ પરનાં લખાણો દૂર કરાયા


ગાંધીનગર, તા. 27 માર્ચ 2019 બુધવાર

આચારસંહિતા ભંગની કુલ 37 ફરિયાદો મળી છે, તે તમામનો નિકાલ કરવામાં આવ્યો છે

• રાજ્યમાં કુલ 91,355 જાહેર ખબરોનાં પોસ્ટરો, બેનરો,દિવાલ પરનાં લખાણો, ધજા-પતાકા વગેરે જાહેર ઈમારતો પરથી દૂર કરવામાં આવ્યા છે.

• આ ઉપરાંત, કુલ 18,423 જાહેર ખબરોનાં પોસ્ટરો, બેનરો,દિવાલ પરનાં લખાણો, ધજા-પતાકા વગેરે ખાનગી ઈમારતો પરથી દૂર કરવામાં આવ્યા છે.

• આમ, સમગ્ર રાજ્યમાં કુલ 1,09,778 જાહેરખબરનાં બેનર્સ, હોર્ડિગ્સ, પોસ્ટર્સ, દિવાલ પરનાં લખાણો અને ધજા-પતાકાને વગેરે ખાનગી ઈમારતો દૂર કરવામાં આવ્યા છે.

• રાજ્યમાં તમામ જિલ્લાઓમાં વોટર હેલ્પલાઈન 1950 કાર્યરત છે, જેમાં અત્યારસુધીમાં કુલ 25,652 કોલ મળ્યા છે. 

• cVIGIL માં કુલ 300 ફરીયાદો મળી છે. તે પૈકી 95 ફરિયાદો પ્રથમ દ્રષ્ટિએ જોઈ ડ્રોપ કરવામાં આવી છે. જ્યારે બાકીની 205 ફરિયાદોનો તપાસ કરાવ્યા બાદ નિકાલ કરવામાં આવ્યો છે. 

● મતદાન મથકોમાં વધુ  142 પૂરક મતદાન મથકો ઉમેરાયા

મતદાર યાદીનો મુસદ્દો તા. 01/09/2018નાં રોજ બહાર પાડવામાં આવ્યો હતો, ત્યારે રાજ્યમાં 51,703 મતદાન મથકો હતા, ત્યારબાદ જસદણ વિધાનસભા મતવિસ્તારમાં 06 મતદાન મથકોનો ઉમેરો થતાં 51,709 મતદાન મથકો થયા હતાં.

તા. 01/01/2019ની તારીખે લાયકાતનાં સંદર્ભમાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત તા. 31/01/2019નાં રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવેલ છે, જે સંબંધે મતદારોની સંખ્યા ઉમેરો થતાં રાજ્યનાં મતદાન મથકોમાં 142 મતદાન મથકોનો ઉમેરો થયેલ છે. હાલ રાજ્યમાં કુલ 51,851 મતદાન મથકો છે. 

2014માં લોકસભા ચૂંટણી સમયે 45,383 મતદાન મથકો હતા. 2017માં વિધાનસભામાં ચૂંટણી સમયે 50,264 મતદાન મથકો હતા.

હાલનાં તબક્કે 51,851 મતદાન મથકો છે. 2014 લોકસભા ચૂંટણીની સરખામણીએ 6,468 મતદાન મથકોનો વધારો થયો છે. 

● મતદાન મથકો ખાતે સુનિશ્ચિત ન્યુનતમ સુવિધા (AMF) પૂરી પાડવા બાબત

તા. 23-04-2019, મંગળવારનાં રોજ રાજ્યમાં લોકસભા સામાન્ય ચૂંટણી – 2019 માટે મતદાન થનાર છે. મતદાન મથકે આવનાર મતદારોને અગવડ ન પડે અને મતદારો તેઓના મતાધિકારોનો ઉપયોગ કરી શકે તે સારૂ મતદાન મથકે સુનિશ્ચિત ન્યુનતમ સુવિધા (AMF) પૂરી પાડવા ભારતનાં ચૂંટણી પંચ દ્વારા સૂચના આપવામાં આવી છે. જે અન્વયે મતદાન મથકે નીચે જણાવ્યાનુસારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

• યોગ્ય ઢોળાવ ધરાવતાં રેમ્પ

• પીવાના પાણીની સુવિધા

• જરૂરી



from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TZ6F2p

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages