ઉત્તર ગુજરાતમાં શંકાસ્પદ વ્યવહારો પર ચુંટણી પંચ બાજ નજર રાખશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 29 March 2019

ઉત્તર ગુજરાતમાં શંકાસ્પદ વ્યવહારો પર ચુંટણી પંચ બાજ નજર રાખશે

પાલનપુર,તા.28 માર્ચ 2019, ગુરૂવાર

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં રોકડ વ્યવહારો પર ચુંટણીપંચ બાજ નજર રાખશે તે સારુ જે તે જિલ્લા ખાતે વેપારી, આંગડીયા એસોસીએશન સાથે બેઠક યોજાઈ હતી. જેમાં ૧૦ લાખથી વધુ રકમ મળે તો તેની પાટણ મહેસાણા માહિતી ઈન્કમટેક્ષ વિભાગને અપાશે.

લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૧૯ને અનુલક્ષી પાલનપુર, પાટણ, મહેસાણા ખાતે જિલ્લા નોડલ અધિકારી, ખર્ચ નિયંત્રમ અને જિલ્લા વિકાસ અધિકારી અધ્યક્ષસ્થાને ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી મંડળ અને આંગડીયા એસોસીએશનના અગ્રણીઓ સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં ખર્ચ નિયંત્રણ અધિકારીએ જણાવેલકે કોઈપણ રોકડ વ્યવહારની હેરફેર કરતી વખતી તેના પુરાવા, બિલો, પાસબુક વગેરે સ્તાવેજો ચુંટણી સમયગાળા દરમિયાન સાથે રાખવા જરૃરી. જેથી વેપારીઓને પોતાના ધંધામાં કોઈ અડચણ ન પડે અને સમયનો પણ બચાવ થાય. તેમણે કહ્યું કે ચુંટણીની આદર્શ આચરસંહિતા અમલમાં આવવાથી ફ્લાઈંગ સ્કવોડ, સ્ટેટીક સર્વેલન્સ વગેરે ટીમો કાર્યરત થઈ છે તેમના દ્વારા સઘન ચેકીંગ પણ કરવામાં આવી રહ્યું છે.

ચુંટણી સમયગાળા દરમિયાન રૃ.૫૦,૦૦૦થી વધુની રોકડ રકમ કોઈ ઉમેદવાર તેના એજન્ટ અથવા પક્ષના કાર્યકર દ્વારા લઈ જવાતી માલુમ પડશે. રૃ.૧૦,૦૦૦થી વધુ કિંમતના પોસ્ટર્સ કે ચુંટણી સામગ્રી અથવા માદકર્દાર્થો દારુ, હથિયારો અથવા ભેટની ચીજવસ્તુઓ જેનો ઉપયોગ મતદારોને આકર્ષવા માટે કરવાની સંભાવાના હોય તેવી તમામ ગેરકાયદેસર વસ્તુઓ જપ્ત કરવામાં આવશે. કોઈ વાહનમાં રૃ.૧૦ લાખથી વધુની રોકડ મળે તો રોકડ જપ્ત કરાશે નહી પરંતુ આવક વેરાના કાયદા હેઠળ જરૃરી કાર્યવાહી માટે તેની માહિતી ઈન્કટેક્ષ વિભાગને અપાશે. ચુંટણી પ્રક્રિયા દરમિયાન રૃ.૧૦ લાખથી વધુ રકમની બેંક ખાતામાં લેવડ-દેવડ પર દેખરેખ અને નિયંત્રણ રાખવામાં આવશે.

વધુમાં ચુંટણી દરમિયાન નાણાશક્તિને અટકાવવા ચુંટણી પંચ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. મતદારોને પ્રભાવિત કરવા માટે રોકડ, દારૃ અને અમુક ઉપયોગી વસ્તુઓનો ગુપ્ત રીતે ઉપયોગ કરવામાં આવે અથવા બીજી કોઈ પણ વસ્તુઓની વહેંચણી લાંચ છે અને ભારતીય દંડ સંહિતા અનુસાર સજાને પાત્ર છે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ હેઠળ તે ભ્રષ્ટ  વ્યવહાર છે. આવા ગુનાઓ પર કાબુ રાખવા માટે ચુંટણી પંચ દ્વારા ફ્લાઈંગ સ્કવોડની રચના કરવામાં આવેલી છે. તેના દ્વારા અગત્યના રેલવે સ્ટેશનો, હોટેલો, ફાર્મ હાઉસ, નાણાકીય દલાલો અને હવાલા એજન્ટ દ્વારા થતી નામાની હિલચાલ પર તકેદારી રાખવામાં આવે છે. પંચ દ્વારા ઉમેદવારને તેના ચુંટણી ખર્ચ માટે અલગ બેંક ખાતુ ખોલાવવા તેમજ તેનુ ચુંટણીનું તમામ ખર્ચ તે ખાતા મારફત જ કરવાનું સુચવવામાં આવ્યું છે. બેંકની રોકડ લઈ જતી બહારની આઉટસોર્સ સંસ્થા, કંપનીની રોકડ વાન કોઈપણ સંજોગોમાં બેંક સિવાયના અન્ય ત્રાહિત પક્ષ સંસ્થા, વ્યક્તિઓને લઈ જશે નહી.



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YzlN52

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages