પાટણ લોકસભા પર આયાતી ઉમેદવારનો વિરોધઃ 3 પૂર્વ ધારાસભ્યોના રાજીનામા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 29 March 2019

પાટણ લોકસભા પર આયાતી ઉમેદવારનો વિરોધઃ 3 પૂર્વ ધારાસભ્યોના રાજીનામા

પાટણ તા.28 માર્ચ 2019, ગુરૂવાર

પાટણ લોકસભા પર કોંગ્રેસ દ્વારા જગદીશ ઠાકોરનું હજુ સત્તાવાર જાહેર થતા  મતવિસ્તારના ૩ પૂર્વ ધારાસભ્યોએ અને બે અગ્રણીઓ આયાતી ઉમેદવારનો વિરોધ કરી પક્ષ સાથે છેડો ફાડી રાજીનામા આપી દેતા ચૂંટણી પૂર્વ જ કોગ્રેસમાં ભુકંપ સર્જાયો છે.

પાટણ લોસભાના ઉમેદવાર તરીકે સ્થાનિક કોગ્રેસના પૂર્વ ધારાસભ્યો દ્વારા ઉત્સુકતા બતાવી ઉમેદવારી નોંધાવી હતી અને સાથે પક્ષ સાથે મુલાકાતો કીર સ્થાનિક ઉમેદવાર મુકવાની પણ માંગ કરી હતી ત્યારે પક્ષ દ્વારા તેમની માંગણી પ્રત્યે અવગણના કીર સ્થાનિક ઉમેદવારના બદલે બનાસકાંઠાના વતની અને પાટણના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર પર પસંદગી ઉતારી છે.  ત્યારે સ્થાનિક ઉમેદવારો માટેની માંગ સાથે અને પક્ષ દ્વારા કરવામાં આવેલ પૂર્વ ધારાસભ્યોની અવગણના લઇ નારાજગી વ્યકત કરી પાંચ જેટલા પૂર્વ ધારાસભ્યોએ એક સાથે પક્ષ માંથી રાજીનામાં આપતા કોંગ્રેસમાં હડકંપ મચ્યો છે. અને ચૂંટણી પહેલા કોંગ્રેસના મજબુત ગઢ ગણાતા મતવિસ્તારના ત્રણ ધારસભ્યો અને બે કોંગ્રેસના અગ્રણિઓ મળી પાંચ મૂળ કોંગ્રેસના નેતાઓએ એક સાથે પક્ષ નારાજગી વ્યકત કરી જગદીશ ઠાકોરના વિરોધમાં રાજીનામાં ધરી દીધા છે. ત્યારે હજુ સત્તાવાર જાહેરાત પહેલા જ જગદીશ ઠાકોર સામે ઉઠતા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

આ કોંગ્રેસના અગ્રણીઓએ આપ્યા રાજીનામા

ઠાકોર જોધાજી ગલાબજી-પૂર્વ ધારાસભ્ય પાટણ

ઠાકોર ચમનજી દાનસંગજી - પૂર્વ ધારાસભ્ય વાગડોદ

ઠાકોર ધારસિંહ લખાભાઇ - પૂર્વ ધારાસભ્ય કાંકરેજ 

ઠાકોર અભેસિંહ નથાજી - પૂર્વ પ્રમુખ જી.પંચાયત સિધ્ધપુર

ઠાકોર પોપટજી હેમતાજી - પૂર્વ મંત્રી પ્રદેશ સમિતિ - ચાણસ્મા



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TEcY6w

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages