અમદાવાદ ગીતા મંદિર S.T. બસ મથકે વીજપુરવઠો ખોરવાયો, મુસાફરો અટવાયા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 29 March 2019

અમદાવાદ ગીતા મંદિર S.T. બસ મથકે વીજપુરવઠો ખોરવાયો, મુસાફરો અટવાયા

અમદાવાદ,તા.27 માર્ચ 2019,બુધવાર

અમદાવાદ ગીતા મંદિર એસ.ટી.બસ મથકે આજે મોડી સાંજે એકાએક વીજ પુરવઠો ખોરવાઇ જતા મુસાફરો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. અંધારપટ છવાઇ જતા એસ.ટી.બસોનું સંચાલન પણ ખોરવાયું હતું. કાઉન્ટર પર ઓનલાઇન રિઝર્વેશનની કામગીરી, એનાઉન્સમેન્ટ સિસ્ટમ, બસોના સમય દર્શાવતા ડિસ્પ્લે સહિતની તમામ સેવા-કામગીરી બંધ થઇ જવા પામી હતી. લગભગ દોઢેક કલાક સુધી અફડાફફડીનો માહોલ રહ્યા બાદ જનરેટરથી વીજ લાઇટો ચાલુ કરી અંધારપટ દુર કરાયો હતો.

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું એસ.ટી.બસ મથક ગીતામંદિર ખાતે બનાવવામાં આવ્યું છે. જ્યાં આજે મોડી સાંજે ટોરેન્ટ પાવરના વીજ ટ્રાન્સફોર્મરમાં ફોલ્ટ સર્જાતા આખા બસ મથકમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. મોલ, દુકાનો, બસ મથક પરિસર, ઓફિસો, રિઝર્વેશન કાઉન્ટરોમાં એકાએક અંધાપપટ થઇ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

ભોયરામાં બનાવવામાં આવેલા પાર્કિંગમાં તો અંધાપટ વચ્ચે મુસાફરો ગભરાઇ ગયા હતા. સાંજે ૬ઃ૩૦ વાગ્યાની આસપાસ વીજ પુરવઠો ખોરવાયો હતો. જેને લઇને અધિકારીઓમાં દોડધામ મચી હતી.

જાણવા મળતી માહિતી મુજબ આશરે દોઢેક કલાક બાદ બસ મથકમાં જનરેટરથી લાઇટો ચાલુ કરીને અંધારપટ દુર કરવાનો પ્રયત્ન કરાયો હતો. મોડી રાત સુધી વીજ પુરવઠો પૂર્વવત થયો નહોતો. જેને લઇને બસોના સંચાલનમાં અવ્યવસ્થા સર્જાતા મુસાફરોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી.




from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Fw6DVE

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages