કંગના રનૌતે જયલલિતાની બાયોપિક માટે રૂપિયા 24 કરોડ માંગ્યા હોવાની વાત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 26 March 2019

કંગના રનૌતે જયલલિતાની બાયોપિક માટે રૂપિયા 24 કરોડ માંગ્યા હોવાની વાત


(પ્રતિનિધિ દ્વાારા) મુંબઇ,તા.  25 માર્ચ 2019, સોમવાર

કંગના રનૌત જલદી જ દક્ષિણની અભિનેત્રી અને તમિલનાડુની મુખ્ય મંત્રી જયલલિતાની બાયોપિકમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે જયલલિતાનું પાત્ર ભજવશે. હવે આ ફિલ્મ અને કંગના બાબતે નવી વાત એ છે કે, કંગનાએ આ ફિલ્મમાં કામ કરવા તગડી ફીની માગણી કરી છે. જેને સ્વીકારવાનો નિર્ણય પણ ફિલ્મસર્જકે લઇ લીધો છે. 

સૂત્રની વાત સાચી માનીએ તો કંગનાએ જય લલિતાની બાયોપિકમાં કામ કરવા માટે ૨૪ કરોડ રૂપિયા જેટલી ધરખમ રકમની માગણી કરી છે. જોકે ફિલ્મસર્જકે  કંગનાની આ માંગણી સ્વીકારી હોવાનું પણ સંભળાય છે. જો આ વાત સાચી હશે તો કંગના રનૌત  બોલીવૂડની સૌથી મોંઘી અભિનેત્રી બની જશે. 

કંગનાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતુ ંકે, '' પરપ્રાંતીય ફિલ્મોમાં કામ કરવા તે ઉત્સાહિત છે. તેને સારી વાર્તા અને સ્ક્રિપ મળશે તો જરૂર તેનો હિસ્સો બનશે. હું  ઘણા સમયથી આવી ફિલ્મનો હિસ્સો બનવાની તક શોધી રહી હતી.

કંગના બોલીવૂડમાં ફિલ્મો કરતાં વિવાદના કારણે વધુ ચર્ચામાં રહે છે. તેને પોતાના સાથી કલાકારો સાથે મેળ રાખવાને બદલે દુશ્મનાવટ વ્હોરી લે  છે. તે સ્પષ્ટવક્તા હોવાથી પણ બોલીવૂડના માંધાતાઓ કંગનાથી નારાજ છે અને જલદી કામ કરવા રાજી થતા નથી. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WiI2u0

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages