આ કારણે લગ્નજીવનમાં પ્રવેશ કરે છે ' વો ', પાર્ટનરના વર્તનમાં જોવા મળશે આ ફેરફાર - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 28 March 2019

આ કારણે લગ્નજીવનમાં પ્રવેશ કરે છે ' વો ', પાર્ટનરના વર્તનમાં જોવા મળશે આ ફેરફાર


અમદાવાદ, 26 માર્ચ 2019, મંગળવાર

પોતાના પાર્ટનર સિવાય અન્ય સાથે બાંધેલા સંબંધ એક્સ્ટ્રા મેરિટલ અફેર ગણાય છે. સુખી લગ્નજીવનમાં જ્યારે 'વો' એટલે કે કોઈ ત્રીજી વ્યક્તિ પ્રવેશ કરે છે તો સુખી સંસાર ભાંગી પડે છે. લગ્નેતર સંબંધ કે એક્સટ્રા મેરિટલ અફેર થવાની સંભાવના શા માટે વધી જાય છે તે આજે અહીં જાણવા મળશે. પતિ, પત્ની અને 'વો'ની કહાની શરૂ કયા કારણોથી થાય છે તે જાણી સંબંધોને વધારે મજબૂત બનાવી શકાય છે. 

1. પરીવારના દબાણમાં આવી કરેલા લગ્નમાં એક્સ્ટ્રા મેરિટલ અફેરની શક્યતાઓ વધી જાય છે. કોઈ બે વ્યક્તિ એકબીજાને પ્રેમ કરતી હોય પરંતુ તેમના લગ્ન ન થઈ શકે અને તો કોઈ એક પાર્ટનરના લગ્ન બાદ પણ અફેર થઈ શકે છે. 

2. સંબંધોમાં ભાવનાત્મક લગાાવની ખામીના કારણે પણ અફેર શરૂ થઈ જાય છે. પાર્ટનર સાથે સંબંધો સુમેળ ભર્યા ન હોય અને તેમાં પાર્ટનરને પ્રેમ ન મળતો હોય તો આ કારણે પણ અન્ય પાર્ટનરના અફેરની સંભાવના વધી જાય છે.

3. લગ્નજીવનમાં યૌન ઈચ્છાઓ સંતોષાતી ન હોય તો તે કારણ પણ વ્યક્તિને અન્યની નજીક લાવી શકે છે. 

4. પાર્ટનરને તકલીફ આપવા કે બદલો લેવાની ભાવના પણ અફેરનું કારણ બની શકે છે. 




from Relationship News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FrMIHs

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages