કેટલો રોમાન્ટિક છે તમારો પાર્ટનર, રાશિથી જાણો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 28 March 2019

કેટલો રોમાન્ટિક છે તમારો પાર્ટનર, રાશિથી જાણો

દરેક વ્યક્તિનું એક અલગ વ્યક્તિત્વ હોય છે. ઘણીવાર તો માણસને જોઈને એ નથી સમજાતું કે ખરેખર તે માણસ કેવો હશે. આવામાં રાશિ માણસના વ્યક્તિત્વ વિશે ઘણું કહી જાય છે. તે માણસના ભૂતકાળ વિશે જ નહીં પણ આવનારા સમય વિશે પણ સુચવે છે. કેટલીકવાર આપણે જીવનસાથીની સેક્સુઅલ ડિઝાયરને લઇને બહુ ટેન્શનમાં રહીએ છીએ. વળી સામે ચાલીને એ વિશે પૂછવાની હિમ્મત પણ નથી કરતા. રાશિ અનુસાર દરેકની પોતાની  સેક્સુઅલ પર્સનાલિટી હોય છે. જો તમારે પાર્ટનરને સમજવા હોય તો પહેલા એની રાશિ જાણો. આજે અણે તમને  રાશી અને ડિઝાયર વિશે માહિતી આપીશું.


વૃશ્ચિક (23 ઓક્ટોબર-23 નવેમ્બર)

આ રાશિના લોકો સેક્સને લઇને બહુ ક્રેઝિ હોય છે. લવમેકિંગમાં આક્રમક હોય છે પણ એનો અર્થ એ નથી કે એ કોઈની પણ સાથે સૂવા તૈયાર થઇ જાય.

મેષ ( 21 માર્ચ-19 એપ્રિલ)

આ લોકોમાં સુપર પાવર હોય છે. આ લોકો સાથીને લઇને બહુ પેશનેટ હોય છે.પ્રેમ સંબંધોમાં તે ખુલ્લા સ્વભાવના અને એક્ટિવ હોય છે.

સિંહ (22 જુલાઈ-22 ઓગષ્ટ)

આ રાશિના લોકો બહુ કામુક હોય છે. આમને પોતાની બોલ્ડનેસ બતાવવી બહુ ગમે છે. લવમેકિંગ વખતે પાર્ટનર એમના વખાણ કરે એ એમને બહુ ગમે છે.  મોટા મનના આ લોકો પોતાના પાર્ટનરનું બહુ ધ્યાન રાખે છે.



ધનુ (22 નવેમ્બર - 21 ડિસેમ્બર)

આ લોકો હંમેશા પ્રેમપૂર્ણ પહેલ માટે રેડી હોય છે. તેમજ પ્રેમમાં પ્રયોગ કરવાનું પસંદ કરે છે પણ તે એકના એક સાથીથી જલદી બોર થઇ જાય છે. તેઓ હંમેશા નવા લોકોનો સાથ શોધ્યાં કરે છે. પણ એક વખતે એક સાથે જ સંબંધ બાંધી શકે છે. જૂના પ્રેમને ઝડપથી ભૂલી જાય છે.

વૃષભ (29 એપ્રિલ - 20 મે)

આ લોકો સેક્સુઅલી બહુ એક્ટિવ હોય છે. તેમના સાથી એમનાથી બહુ ખુશ થાય છે. જીવનસાથી આમના પર બહુ ખુશ હોય છે કારણ કે  પ્રેમમાં નવા નવા પ્રયોગ કરવાનું તેમને ગમે છે.

મકર (22 ડિસેમ્બર-19 જાન્યુઆરી)

આ લોકો થોડા મૂડી હોય છે. સાથી સાથે સેક્સ કરવા હંમેશા તૈયાર નથી હોતા. કામ પતાવીને સાથી સાથે સેક્સ કરવા રેડી હોય છે.

કર્ક (21 જૂન-22 જુલાઈ)

આ લોકો પહેલા જીવનસાથીની વિશ્વસનીયતાને ચકાસે છે. એ પછી પ્રેમ અભિવ્યક્ત કરે છે. તે પોતાના સાથીની ભાવનાઓને લઇને બહુ સંવેદનશીલ હોય છે.

તુલા( 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર)

આ લોકોને પ્રેમાલાપ બહુ ગમે છે. જો કે લવમેકિંગ વખતે તે સાથીની ભાવનાઓનું વધારે ધ્યાન રાખે છે. પ્રેમસંબંધને લઇને તે બહુ પેશનેટ હોય છે.

મિથુન (21 મે- 20 જૂન) 

આ લોકો પાર્ટનર સાથે ગંદી વાત કરવાનું પસંદ છે. પરંતુ સેક્સની વાત આવે એટલે તે ગભરાઈ જાય છે. જો કે સારા ફ્લર્ટ કરે છે.

કન્યા (23 ઓગસ્ટ- 22 સપ્ટેમ્બર)

આ રાશિના લોકો પ્રેમ પ્રત્યે ઉદાસીન મનાય છે. આ લોકોના વ્યક્તિત્વના બે પાસા હોય છે.  આ લોકો સેક્સ માટે કાયમ તૈયાર નથી હોતા પણ પાર્ટનર સાથે તેમને સારું બને છે.


કુંભ (20 જાન્યઆરી - 28 ફેબ્રુઆરી)

આમની પર લવમેકિંગ ભૂત સવાર નથી. તેમનામાં સેક્સની ઇચ્છા બહુ ઓછી હોય છે. એ સાથી વિના લાંબો સમય પસાર કરી શકે છે.

મીન (19 ફેબ્રુઆરી-20 માર્ચ)

આ રાશિના લોકો સાથી સાથે પ્રેમાલાપ -સેક્સને એન્જોય કરે છે. જો કે એ તેમની પ્રાથમિકતા નથી હોતી.



from Relationship News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OmjDkC

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages