જેલમાં ઓચિંતુ ચેકિંગ થતાં મોબાઇલ રાખનાર કેદીએ ધાંધલ મચાવી સ્ટાફને અપશબ્દો ભાંડી બાનમાં લેવાનો પ્રયાસ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 31 March 2019

જેલમાં ઓચિંતુ ચેકિંગ થતાં મોબાઇલ રાખનાર કેદીએ ધાંધલ મચાવી સ્ટાફને અપશબ્દો ભાંડી બાનમાં લેવાનો પ્રયાસ

વડોદરા,તા.30 માર્ચ,2019,શનિવાર

વડોદરા સેન્ટ્રલ જેલમાં ઓચિંતુ ચેકિંગ કરતાં મોબાઇલ રાખનાર કેદી વિફર્યો હતો અને તેણે જેલ માથે લેવાનો પ્રયાસ કર્યો હતો.

વડોદરા સેન્ટ્રલ જેલમાં ગઇરાતે જેલર અને ટીમે આકસ્મિક ચેકિંગ કર્યું હતું.પોલીસની ટીમ બેરેક નંબર આઠમાં જતાં સાકીર ઉર્ફે દાનીશ વશી મો.શેખ નામનો પાકા કામનો કેદી ઉશ્કેરાઇ ગયો હતો.

કેદીએ સ્ટાફ સાથે ઉધ્ધત વર્તન કરી બેફામ ઉચ્ચારણો કરી સ્ટાફને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.સ્ટાફે તેની જડતી લેતાં મોબાઇલ મળી આવ્યો હતો.નજીકની બેરેકમાંથી બિસ્તરમાંથી પણ એક મોબાઇલ મળી આવતાં પોલીસે કેદી સામે રાવપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.



from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CM8C7I

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages