
ગાંધીનગર, તા. 26 માર્ચ 2019 મંગળવાર
લોકસભાની યોજાઈ રહેલી ચૂંટણીમાં ગુજરાત માટે કોંગ્રેસે માત્ર ચાર નામો જાહેર કર્યા હતા જ્યારે ભાજપે પણ કુલ 16 નામો જાહેર કર્યા છે આમ કોંગ્રેસને હજુ 22 નામો અને ભાજપને 10 નામો જાહેર કરવાના બાકી છે. બંને પક્ષો સંવેદનશીલ ગણાતી બેઠકો ઉપર કયો પક્ષ કેવા ઉમેદવારને ટિકિટ આપે છે તેની રાહ જોઈ રહ્યો છે. ઉપરાંત બંને પક્ષોના આંતરિક ડખા પણ વધ્યા હોવાથી સરળતાથી નામો નક્કી થઈ શકતા નથી.
28મી માર્ચથી ફોર્મ ભરવાનું શરૂ થશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4થી એપ્રિલ છે દરમિયાનના ભાજપને સૌરાષ્ટ્રની તેમજ ઉત્તર ગુજરાતની જે બેઠકો માટે સમસ્યાઓ હતી. તેના પર લગભગ સમાધાન થઇ જવા આવ્યું છે. આજે બપોર પછી બધું સ્પષ્ટ થઇ જશે. ભાજપના પ્રદેશ પ્રભારી ઓમ માથુર પણ દિલ્હી હાઈકમાન્ડના નેતાઓ સાથે સતત સંપર્કમાં છે. આથી ભાજપના સૂત્રો એવું માની રહ્યા છે કે આજે મોડી સાંજ કે રાત સુધીમાં દિલ્હીથી જ ભાજપના ગુજરાતના બાકી રહેલા 10 ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવશે જ્યારે બીજીબાજુ નવી દિલ્હીમાં કોંગ્રેસની સ્ક્રિનિંગ કમિટીની બેઠક આજે મળી રહી છે જેમાં ભાગ લેવા માટે વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને ગુજરાત પ્રદેશ ના પ્રમુખ અમિત ચાવડા નવી દિલ્હી પહોંચી ગયા છે.
આ અંગે ખુદ અમિત ચાવડાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે સાંજ સુધીમાં જ કોંગ્રેસના બાકી રહેલા 22 ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે. બીજીબાજુ ગાંધીનગરના સૂત્રો જણાવે છે કે બંને પક્ષો દ્વારા તમામ 26 બેઠકના કુલ ૫૨ ઉમેદવારોના સત્તાવાર નામો જાહેર થયા બાદ બંને પક્ષમાં રહેલો અસંતોષ બહાર આવી શકે છે તેમજ કેટલીક જગ્યાએ બળવો પણ થઈ શકે છે. બંને પક્ષના ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ ગુજરાત લોકસભાની તમામ ૨૬ બેઠકો માટેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને સાથે જ પ્રચાર કાર્ય પણ પૂરજોશમાં શરૂ કરાશે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TZkcHa
No comments:
Post a Comment