વડોદરા: ખાદ્ય પદાર્થોના 675 નમૂનામાંથી 29 નાપાસ, પાંચ લાખ 48 હજારનો દંડ કર્યો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 31 March 2019

વડોદરા: ખાદ્ય પદાર્થોના 675 નમૂનામાંથી 29 નાપાસ, પાંચ લાખ 48 હજારનો દંડ કર્યો

વડોદરા, તા. 30 માર્ચ 2019 શનિવાર 

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને વર્ષ 2018માં ખાદ્યપદાર્થોના 675 નમૂના લીધા હતા. જેમાંથી 29 નાપાસ થયા હતા. ચાર નમુના અસુરક્ષિત જાહેર થતાં વેપારીઓ સામે મ્યુનિસિપલ કોર્ટમાં કેસ દાખલ કરાયો છે. સબસ્ટાન્ડર્ડ અને મીસ બ્રાન્ડેડ જાહેર થયેલા 25 નમૂનામાં 17 કેસમાં રૂપિયા પાંચ લાખ 48 હજારનો દંડ કરાયો છે. જે દુકાનમાંથી નમૂના લીધા હતા તેની વિગત નીચે મુજબ છે.

હાથીખાનામાં જીતેન્દ્ર એન્ટરપ્રાઇઝ, ફકીરબાબા એન્ટરપ્રાઇઝ, સતગુરુ એન્ટરપ્રાઇઝ, ફતેપુરા મેઇન રોડ ઉપર શિવ શક્તિ ઓઇલ ટ્રેડર્સ, અલકાપુરીમાં વરસા એક્ઝોટિક, સ્વાગત સુપર સ્વીટ કોર્ન, માંજલપુરમાં ગીતા ખમણ, પંડિત કુલ્ફી બિગ બજાર, ઉમા એજન્સી, સેવન સિસ મોલ, છાણીમાં બ્રહ્માણી મસાલા, ગોરવામાં શ્રીજી પંજાબી ખાના, કારેલીબાગમાં જેકે સ્વીટ એન્ડ ફરસાણ, પ્રતાપ ગંજમાં આદિત્ય કોર્પોરેશન, પરિવાર ચાર રસ્તા પર સબરસ ગણેશ ફરસાણ, તરસાલી પટેલ ડેરી અકોટા, ડભોઈરોડ પર સદા રંગ મલ સન્સ, લકડ પીઠામાં જનતા ગ્રેઈન શોપ અને નિઝામપુરામાં જય મહાકાળી વડાપાઉં ખાતેથી નમૂના લીધા હતા.

ચાર નમૂના અસુરક્ષિત જાહેર થયા છે. તેમાં મેંગો મિલ્ક શેકનો નમુનો અનમોલ ડેરી ફાર્મ, સરદાર એસ્ટેટ મગદાળનો નમુનો, માધવ ટ્રેડર્સ આજવારોડ મેંદાનો નમુનો, ધ પિઝા સ્ટેશન હરણી રોડ તથા વેજિટેબલ ચટણીનો નમુનો, પિયુષ ચંદુભાઈ શેરઠિયા વાસણા રોડથી લીધો હતો. ફૂડ સેફટી ઓફિસરોએ 675 નમૂના લીધા હતા. તેમાં ખજૂર મરચું કપાસિયા તેલ મરી મુખવાસ કસાટા પૌવા મીઠાઈ કુલ્ફી વગેરેનો સમાવેશ થતો હતો.



from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2V3zfMh

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages