આચાર સંહિતા ભંગની ગુજરાતમાં 37 ફરિયાદ: તમામનો નિકાલ કરાયો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 28 March 2019

આચાર સંહિતા ભંગની ગુજરાતમાં 37 ફરિયાદ: તમામનો નિકાલ કરાયો


ગાંધીનગર, તા. 27 માર્ચ 2019 બુધવાર

લોકસભા ચૂંટણી 2019 દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ચૂંટણી તંત્ર તથા જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા આગોતરા પગલાં લેવામાં આવી રહ્યાં છે. આ અંગે રાજ્યનાં મુખ્ય નિર્વાચન અધિકારી ડો. એસ. મુરલી ક્રિષ્ના જણાવે છે કે રાજ્યભરમાંથી 56,925 પરવાનેદાર હથિયાર ધારકો પૈકી ચૂંટણીઓ જાહેર થયા બાદ રાજ્યમાં 49,458 જેટલાં હથિયારો પોલીસ સ્ટેશનમાં જમા કરાવાયા છે. તેમજ રાજ્યમાં ચૂંટણીની જાહેરાત પછી તકેદારીનાં ભાગરૂપે 33,431 બિનજામીનપાત્ર વોરંટ બજાવવામાં આવ્યા છે. જ્યારે 1,12,305 વ્યક્તિઓ સામે વિવિધ સીઆરપીસી એક્ટ હેઠળ અટકાયતી પગલાં લેવાયા છે. 

મુખ્ય નિર્વાચન અધિકારી, ડૉ એસ. મુરલી કૃષ્ણાએ કહ્યું હતું કે, લોકસભાની સામાન્ય ચૂંટણી માટે આચાર સહિતા ચૂંટણી જાહેરાતથી જ અમલમાં આવી છે. સમગ્ર રાજ્યમાં ચૂંટણી ખર્ચ માટે જિલ્લા કક્ષાએ ચૂંટણી તંત્રને સજ્જ કરાયું છે. દરેક જિલ્લામાં ચૂંટણી ખર્ચના એક નોડલ અધિકારી અને વિવિધ ટીમની રચના કરાઈ છે. ચૂંટણી જાહેરનામાની તારીખથી એટલે કે તા. 28.03.2019થી સમગ્ર રાજયમાં 639 જેટલી સ્ટેટીક સર્વેલન્સ ટીમ અને 208 જેટલા મદદનીશ ખર્ચ નિરીક્ષકની કાર્યવાહી શરૂ કરાશે.

ચૂંટણી ખર્ચ નિયંત્રણ માટે નિમાયેલ વિવિધ ટીમ અને રાજય આબકારી અને નશાબંદી વિભાગ દ્વારા કુલ 4.90 કરોડનો 1.81 લાખ લિટર દારૂ જપ્ત કરાયેલ છે. આવકવેરા વિભાગે 1.03 કરોડ રોકડ જપ્ત કરેલ છે. જેમાથી 44.૭0 લાખ સૂરત અને 58.30 લાખ અમદાવાદ માથી જપ્ત થયેલ છે. ફ્લાઈંગ સ્ક્વોડને તપાસ દરમિયાન (વલસાડ જિલ્લામાં) મળી આવેલ રકમ રૂ. 19.8૭ લાખ બાબતે આવકવેરા વિભાગ દ્વારા કાર્યવાહી પ્રગતિમાં છે.

પંચે તા. 23-03-2019ના પત્રથી ભારતસરકારના નાણા મંત્રાલયના નાણાકીય સેવાઓના વિભાગે તા. 15-03-2019ના રોજ તમામ શિડ્યુલ્ડ કોમર્શિયલ બેંકોના મેનેજિંગ ડિરેક્ટરશ્રીઓને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બેન્‍કો દ્વારા સાચી અને પ્રમાણિક રોકડના પરિવહન માટે ધોરણસરની સંચાલન પધ્ધતિ બહાર પાડી છે. જેમાં એટીએમ તેમજ અન્ય શાખાઓ, બેન્કો/ચલણી નોટોની તીજોરીઓ સુધી બેન્કોની રોકડના પરિવહન માટે, બેન્કો તથા આઉટસોર્સ્ડ એજન્સીઓ/ ખાલી થઇ ગયેલી રોકડ ભરવાનું કામ કરતી કંપનીઓએ અનુસરવાની વિગતવાર માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવી છે.



from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FztmQJ

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages