નાસાએ સ્પેસ સૂટના અભાવે ઓલ વુમન સ્પેસ વૉક અભિયાન રદ કર્યુ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 31 March 2019

નાસાએ સ્પેસ સૂટના અભાવે ઓલ વુમન સ્પેસ વૉક અભિયાન રદ કર્યુ


મહિલા અંતરિક્ષયાત્રીઓની ટીમને સ્પેસવૉક માટે મોકલવાના અભિયાન માટે નાસા ઘણા સમયથી કાર્યરત છે પરંતુ તેના માટે મહિલાઓ માટે અનુકૂળ સ્પેસ શુટ ન હોવાથી વુમન સ્પેસ વૉક અભિયાન રદ કરવામાં આવ્યું છે. હવે તેના સ્થાને એક મહિલા અને એક પુરુષ એસ્ટ્રોનટ સ્પેસવૉક માટે અંતરિક્ષમાં મોકલવામાં આવશે. આ અંગે નાસાએ ગત સપ્તાહ ટવીટ્ કરીને જણાવ્યું હતું કે મહિલા એની મેક્કલેનના સ્થાને પુરુષ સહ કર્મી નિક હેગની પસંદગી કરવામાં આવી છે. એની મેક્કલેન માટે મીડિયમ સાઇઝના બે સ્પેસ શુટની જરુરીયાત સામે માત્ર એકજ સ્પેસ શૂટ તૈયાર થઇ શકયો હતો. 

આ મિશનમાં ફેરફાર કરવાનો નિર્ણય એની મેક્કલેન સાથે સ્પેસ વૉક તાલીમ દરમિયાન વાતચિત કર્યા પછી લેવામાં આવ્યો હતો.  એનીજી વુમન સ્પેસવૉકની કઠીન તાલિમ દરમિયાન લાર્જ અને મીડિયમ સાઇઝના સ્પેસ વૉક પહેરવાનો અનુભવ લીધો હતો. શરુઆતમાં તેને લાગ્યું કે તે લાર્જ સ્પેસ સૂટમાં વધારે રાહત અનુભવે છે. ત્યાર પછી તેને મીડિયમ પ્રકારના સ્પેસ સૂટ પર પસંદગી ઉતારી હતી. આ ગડમથલમાં તેના માટે મધ્યમ સાઇઝનો એક જ સૂટ તૈયાર કરી શકાયો હતો. છેવટે સ્પેસ સૂટને લઇને જોખમ લેવા કરતા વુમન સ્પેસ વૉક અભિયાન જ કેન્સલ કરવામાં આવ્યું હતું. અમેરિકી સ્પેસ એજન્સી ખૂબજ લાંબા સમયથી વૂમન સ્પેસ વૉકના અભિયાનની તૈયારીઓ કરી હતી. ઓલ વુમન સ્પેસ વૉક ૨૯ એપ્રિલથી શરુ થવાનું હતું. અગાઉ મહિલાઓને પુરુષો સાથેના અભિયાનમાં મોકલવામાં આવતી હતી પરંતુ માત્ર મહિલાઓ જ સ્પેસમાં જઇને સ્પેસ વૉક કરે તેવું અભિયાન નાસાએ જાહેર કર્યુ હતું .



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TEflWH

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages