સુરત: સિવિલમાં કેટલાક વિભાગો પાસે પાણીની વ્યવસ્થા નહીં હોવાથી દર્દીના સંબંધીઓ મુશ્કેલીમાં મૂકાયા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 27 March 2019

સુરત: સિવિલમાં કેટલાક વિભાગો પાસે પાણીની વ્યવસ્થા નહીં હોવાથી દર્દીના સંબંધીઓ મુશ્કેલીમાં મૂકાયા


(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 26 માર્ચ 2019 મંગળવાર

સુરત શહેરમાં કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે. પાણી અમૃત છે, પાણી છે તો જીવન છે આ વાત સૌ જાણે છે. પાણી તરસ છીપાવવા માટે, દવા તરીકે પણ કામમાં આવે છે. પાણી પીને નીરોગી બનીએ. સંસ્કૃતમાં એને ઉપાયાન ચિકિત્સા તરીકે ઓળખવામાં આવે છે. આવા સંજોગોમાં સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કેટલાક વિભાગો પાસે પીવાના પાણીની વ્યવસ્થા નથી જ્યારે કેટલાક સ્થળે પાણીની વ્યવસ્થા છે પણ ગલાસ નથી. જેથી પાણી પીવું હોય તો ગ્લાસ સાથે લઈને આવવું એવી નોબત આવે છે. આવા સંજોગોમાં દર્દી તેમના સંબંધી મૃતકના સબંધી અને સિવિલના કર્મચારીઓ હાલાકી વેઠી રહ્યા છે.

સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ દક્ષિણ ગુજરાતની સૌથી વિશાળ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં રોજના હજારથી વધુ દર્દીઓ તકલીફોની સારવાર માટે વિવિધ વિભાગમાં આવે છે. સુરત શહેરમાં ઠંડીએ વિદાય લીધી છે અને કાળઝાળ ગરમી શરૂ થઈ રહી છે. આવા સંજોગોમાં દર્દી કે તેમના સંબંધીઓ પાણી માટે વલખા મારતા હોય છે જ્યારે નવી સિવિલના પહેલા માળે બાળકો વિભાગ તથા ચામડીનો વિભાગની ઓ.પી.ડી રેકોર્ડ વિભાગ, આંખ વિભાગ,, નાક કાન ગળા વિભાગ, ગાયનેક વિભાગ, એઆરટી સેન્ટર જ્યાં રોજના 500થી વધુ દર્દીઓ અને તેમના સંબંધીઓ આવે છે પણ ઓ.પી.ડી પાસે પીવાના પાણીની વ્યવસ્થા નથી. જેથી ગર્ભવતી મહિલાઓ બાળકો સહિત તેમના સંબંધી અન્ય કર્મચારીઓ હાલાકી વેઠી રહ્યા હોવાનું જાણવા મળે છે.

નવાઈની વાત તો એ છે કે પોસ્ટમોર્ટમ રૂમની સામે મરનારના સંબંધી સહિતનાઓ પાણીની તકલીફ નહીં પડે તે માટે પરબ બનાવવામાં આવી છે પણ છેલ્લા કેટલાક સમયથી આ પરબ ધૂળ ખાઈ રહી છે. પરબમાં પાણી આવતું ન હોવાથી મૃતકના સંબંધી હાલાકી વેઠી રહ્યા છે. આ કાળઝાળ ગરમીમાં પરબ જલદી શરૂ થાય એવી માગ લોકોમાં ઊઠી છે. જ્યારે બીજી તરફ નવી સિવિલ હોસ્પિટલના આર એમ ઓ ઓફિસ પાસેના ગેટ નજીક કેબિનમાં વોટર કુલર મૂક્યું છે પણ તે કેબીનને તાળુ મારવામાં આવે છે. ખુલ્લુ હોય તો અન્ય કર્મચારીઓ તથા દર્દીના સંબંધીઓ ત્યાંથી ઠંડુ પાણી ભરી શકે છે પણ એક કર્મચારીઓની આડોડાઇને કારણે ક્યાં તાળુ મારી રાખે છે. આ ઉપરાંત ટ્રોમા સેન્ટરમાં પણ વધુ એક વોટર કુલર મૂકવામાં આવે એવી માગ કર્મચારીઓમાં ઉઠી છે.

નવી સિવિલ હોસ્પિટલ તબીબી અધિક્ષક ડોક્ટર ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે પીએમ રૂમ પાસે પરબ ફરી શરૂ કરાશે, જ્યાં જરૂર હશે ત્યાં ઓપીડી પાસે પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. પાણી અંગે કોઈ તકલીફ ના પડે તેનું ધ્યાન રાખવામાં આવશે.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2U2orSr

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages