અગન ભઠ્ઠીમાં શેકાતું દક્ષિણ ગુજરાત નવસારીમાં 40.3, સુરતમાં 39.8 ડિગ્રી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 28 March 2019

અગન ભઠ્ઠીમાં શેકાતું દક્ષિણ ગુજરાત નવસારીમાં 40.3, સુરતમાં 39.8 ડિગ્રી


સુરત, નવસારી, વલસાડ, તા. 27 માર્ચ 2019, બુધવાર

ઉનાળાના પ્રારંભ સાથે જ સમગ્ર દક્ષિણ ગુજરાત જાણે અગન ભઠ્ઠીમાં શેકાઇ રહ્યું છે. બુધવારે નવસારીમાં અગનગોળા વરસાવતી ૪૦.૩ ડિગ્રી  અને સુરતમાં ૩૯.૮ ડિગ્રી ગરમી નોંધાઇ હતી. તો વલસાડમાં મહત્તમ તાપમાન ૩૬.૫ ડિગ્રી નોંધાયું હતું. અકળાવનારી ગરમીથી લોકો ત્રસ્ત બન્યા છે. 

નવસારીમાં સૂર્યદેવતા કોપાયમાન થતાં આકાશમાંથી આગ ઝરતી ગરમી પડી રહી છે. ઉત્તર દિશામાંથી ફૂંકાતા પવનની ગતિ ધીમી પડતા પ્રતિકલાક ૩.૫ કિલોમીટરની ઝડપે હીટવેવ ફૂંકાવા સાથે ગરમીનો પારો ૧.૩ ડિગ્રી ઉંચે જતાં બુધવારે મહત્તમ ૪૦.૩ ડિગ્રી તાપમાન નોંધાતા ચાલુ ઉનાળાનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. આ સાથે લઘુત્તમ ૧૫ ડિગ્રી તાપમાન અને વાતાવરણમાં ૬૬ ટકા જેટલાં ભેજનું પ્રમાણ નોંધાયું હતું. નવસારી પંથકમાં છેલ્લા ૬ દિવસથી ઉનાળાની કાળઝાળ ગરમી પડતા હીટવેવથી વાહન ચાલકો ત્રસ્ત બન્યા છે.

સુરત શહેરમાં મંગળવારે ૩૯.૬ ડિગ્રી ગરમી નોંધાયા બાદ બુધવારે તેમાં નજીવો વધારો થયો હતો. અને ૩૯.૮ ડિગ્રી ગરમી નોંધાઇ હતી. ઉત્તર દિશામાંથી ૮ કિ.મીની ઝડપે હીટવેવ ફૂંકાતા બપોરે રસ્તા સુમસામ જોવા મળ્યા હતા. લઘુત્તમ તાપમાન ૨૩.૨ ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ ૨૦ ટકા અને દવાનું દબાણ ૧૦૧૦.૭ મિલીબાર રહ્યું હતું. 

વલસાડમાં મંગળવારે સૌથી વધુ ૪૦ ડિગ્રી સેલ્સિયસ ઉંચુ તાપમાન નોંધાયા બાદ બુધવારે ૩.૫ ડિગ્રીનો ઘટાડો થતાં તાપમાન ૩૬.૫ ડિગ્રી નોંધાયું હતું. તો લઘુત્તમ તાપમાન ૨૧ ડિગ્રી પહોંચ્યું હતુ.  હવામાં ભેજનું પ્રમાણ ૩૪ ટકા અને પવનની ગતિ ૪ કિ.મી. પ્રતિ કલાકની રહી હતી. 



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CHJj6K

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages