વડોદરા: જ્યોર્જિયાના વિઝા અપાવવાને બહાને ઠગાઈ કરનાર પંજાબના વિઝા કન્સલ્ટન્ટની ધરપકડ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 31 March 2019

વડોદરા: જ્યોર્જિયાના વિઝા અપાવવાને બહાને ઠગાઈ કરનાર પંજાબના વિઝા કન્સલ્ટન્ટની ધરપકડ

વડોદરા, તા. 30 માર્ચ 2019 શનિવાર 

વડોદરાના ટ્રાવેલ એજન્ટ સાથે છેતરપિંડી કરનાર પંજાબના વિઝા કન્સલ્ટન્ટની વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ચંદીગઢ ખાતેથી ધરપકડ કરી છે.

વડોદરાના છાણી જકાતનાકા વિસ્તારમાં આવેલા કાસ્કેટ કોમ્પ્લેક્સમાં ટ્રાવેલ એજન્ટની ઓફિસ ધરાવનાર વિપીનભાઈ મૌર્યના પત્નીએ પોતાના છ ક્લાઈન્ટને જ્યોર્જિયાના વિઝા અને  ટેમ્પરરી રેસીડન્સી કાર્ડ જોઈતા હોઈ પંજાબના પટિયાલા ખાતે કાલકા રોડ પર ગ્લોબલ ગેટવે ઓવરસીસ પ્રા. લિ. નામની ઓફિસ ધરાવતા પરમિન્દર સિંગ ભોલા સિંગ ચૌહાણનો સંપર્ક કર્યો હતો.

વિઝા કન્સલ્ટન્ટ પરમિન્દર સિંગે છ પૈકી ચાર ક્લાયન્ટના રૂ.13.20 લઈ જાન્યુઆરી-૨૦૧૮ સુધીમાં વિઝા અપાવવાની ખાતરી આપી હતી પરંતુ તેણે તે મુજબ વિઝા અપાવ્યા ન હતા અને મોકલેલી પ્લેનની ટીકીટો પણ બોગસ નીકળી હતી.

પરમિન્દર સિંઘે રૂ.4.47 લાખ પરત કર્યા હતા અને બાકીની રકમ આપતો ન હોઈ વડોદરાના એજન્ટે વારંવાર ઉઘરાણી કરી હતી. આખરે પંજાબના વિઝા કન્સલ્ટન્ટ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા ક્રાઇમ બ્રાંચની ટીમે પરમિન્દર સિંઘની ચંદીગઢ ખાતેથી ધરપકડ કરી છે.



from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CKHaY3

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages