પ્લાસ્ટીકનો ઉપયોગ કરનારી સંસ્થા પાસે રજીટસ્ટ્રેશન પેટે 65 લાખની વસુલાત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 28 March 2019

પ્લાસ્ટીકનો ઉપયોગ કરનારી સંસ્થા પાસે રજીટસ્ટ્રેશન પેટે 65 લાખની વસુલાત

(પ્રતિનિધિ  દ્વારા) સુરત, તા.26 માર્ચ 2019,મંગળવાર

સુરત મહાનગરપાલિકાએ પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશ રોકવા તથા પ્લાસ્ટીકના ઉપયોગ  કરનારી સંસ્થાઓનું રજીસ્ટ્રેશન ફરજ્યાત બનાવ્યું છે.

મ્યુનિ. તંત્રએ પ્લાસ્ટીકનો વપરાશ કરનારી સંસ્થાના રજીસ્ટ્રેશનની કામગીરી શરૂ કરી ત્યારે શરૂઆતમાં નબળો પ્રતિસાદ હતો. પરંતુ હાલમાં મ્યુનિ. તત્રએ કડક કામગીરી કરતાં થોડા જ સમયમાં શહેરમાંતી સાત હજાર જેટલી સંસ્થાનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે. તંત્રએ રજીસ્ટ્રેશનની કામગીરી કરી તેના પેટે ૬૧.૧૫ લાખ રૂપિયાની રજીસ્ટ્રેશન ફી વસુલી છે.

સુરતમાં પ્લાસ્ટીકનો વપરાશ કરનારા તમામ લોકોની માહિતી સુરત મ્યુનિ. તંત્ર પાસે હોય તેના માટે મ્યુનિ.ના આરોગ્ય વિભાગે પ્લાસ્ટીકનું વેચાણ અને વપરાશ કરનારી સંસ્થાનું રજીસ્ટ્રેશન ફરજ્યાત કર્યું છે. સુરત મ્યુનિ. તંત્ર વિસ્તારમાં અત્યાર સુધીમાં ૬૯૮૫ જેટલી સંસ્થાઓના રજીસ્ટ્રેશન થઈ ગયાં છે તેની રજીસ્ટ્રેશન ફી પેટે ૬૧.૧૫ લાખ રૂપિયા મ્યુનિ.ની તિજોરીમા ંજમા થયાં છે. પ્લાસ્ટીકનો વપારાશ કરવામાં સૌથી મોટી સંખ્યા અઠવા ઝોનમાં ૧૩૭૮ છે જ્યારે કતારગામ ઝોનમાં સૌથી ઓછી ૬૦૬ સંસ્થા છે.

 સુરતમા ંપ્લાસ્ટીકનો ઉપયોગ કરનારી સંસ્થા સામે ૬૯૮૫ નોંધાઈ છે તે ઉપયોગ કરનારી સંસ્થા કરતા ઘણી ઓછી છે તેથી મ્યુનિ.ના આરોગ્ય વિભાગ દ્વારા આગામી દિવોસમાં પ્લાસ્ટીકનો વપરાશ કરનારી સંસ્થાને શોધીને રજીસ્ટ્રેશનની કામગીરી કરવાવા માટે ભાર મુકવામાં આવશે. આ પ્રકારની કામગીરીથી પ્લાસ્ટીકનો વપરાશ કરનારાની વિગત મળવા સાથે પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશ પણ ઓછો થશે તેવી ગણતરી છે.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2V7xrSs

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages