
નેતાઓના ઉતારાની વ્યવસ્થા માટે દોડધામ મચી
અમદાવાદ, તા.10 માર્ચ, 2019, રવિવાર
૫૮ વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠક મળી રહી છે. ૨૮મી ફેબુ્રઆરીએ ભારત-પાકિસ્તાન સરહદે તણાવભરી પરિસ્થિતી સર્જાતા કોંગ્રેસે આખોય કાર્યક્રમ રદ કર્યો હતો. હવે ૧૨મી માર્ચે આ કાર્યક્રમ પુ:ન યોજાઇ રહ્યો છે.
જોકે,કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરતાં આચારસંહિતા અમલી બની છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં ભાગ લેવા આવનારાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ માટે અમદાવાદ સરકીટ હાઉસમાં ૬૫ રૃમોનુ બુકિંગ કરાયુ હતુ તે રુમોનુ બુકિંગ રદ કરાયુ છે.
આચારસંહિતા અમલી થતા અમદાવાદ સરકીટ હાઉસમાં માત્ર રાહુલ ગાંધી,સોનિયા ગાંધી.ડૉ.મનમોહનસિંહ અને પ્રિયંકા વાડ્રાને પ્રોટોકોલ મુજબ રહેવાની સુવિધા મળશે.આ મહાનુભાવો માટે દસેક રુમો ફાળવવામાં આવ્યાં છે. બે રુમો એસપીજી કમાન્ડો માટે ફાળવાયા છે. એસપીજી પ્રોટેક્ટેડ મહાનુભાવોને જ સરકીટ હાઉસમાં રુમો ફાળવવામાં આવ્યા છે.
સૂત્રોના મતે, કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં રાજસ્થાન,મધ્યપ્રદેસ,પંજાબ સહિતના રાજયોના મુખ્યમંત્રી ઉપરાંત ૬૦થી વધુ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ભાગ લેવા અમદાવાદ આવી રહ્યાં છે.હવે જયારે સરકીટ હાઉસમાં ૬૫ રૃમોનુ બુકિંગ કેન્સલ થતાં પ્રદેશ નેતાઓએ છેલ્લી ઘડીએ દોડધામ મચાવી હતી. એરપોર્ટ નજીક હોટલ તાજમાં ૨૫થી વધુ રુમોનુ બુકિંગ કરાવવામાં આવ્યુ છે.
કોંગ્રેસના ૨૦૦થી વધુ ઓબર્ઝવર પણ આવી રહ્યાં છે જેના પગલે અન્ય હોટલો ય બુક કરાવાઇ છે. જોકે,પક્ષનો કાર્યક્રમ હોઇ કોઇ અવગડ ઉભી થઇ નથી. શાહીબાગ સરદાર સ્મારકમાં ય વર્કિંગ કમિટી માટે અલાયદો વિશાળ ડોમ ઉભો કરાયો છે. પ્રિયંકા ગાધી પ્રથમવાર ગુજરાત આવી રહ્યાં છે. તેઓ જનસંકલ્પ રેલીને સંબોધન પણ કરશે. આમ,અડાલજ જનસંકલ્પ રેલી અને કોંગ્રેસ વર્કિંગ કમિટીની પુરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JdJ88G
No comments:
Post a Comment